________________
શ્રેણિકની જિજ્ઞાસા
૫૮૩
હવે તે સાધક દેવભૂમિ પ્રતિ પ્રયાણ કરી રહ્યો છે. જે અગર આ ક્ષણે મૃત્યુ થઈ જાય છે તે સૌધર્મક૫માં ત્રાદ્ધિશાલી દેવ બની શકે છે. એનું અભિયાન શીધ્રગતિએ આગળ વધી રહ્યું છે. પળે પળે એની ભૂમિકા બદલાતી રહે છે. બ્રહ્મકલ્પથી પણ તે આગળ વધી ગયું. એક બાજુ સાધકનો આરોહણકમ ચાલુ હતું તે બીજી બાજુ રાજા શ્રેણિકના પ્રશ્નોને કમ પણ ચાલુ હતો; પ્રભુના ઉત્તર પણ.
શ્રેણિક ભગવાન ! હવે તે સાધકની શું સ્થિત છે?
તે કલ૫ અને રૈવેયકની ભૂમિ પણ પસાર કરી ગયો છે; અને સ્વાર્થસિદ્ધિની સ્થિતિમાં પહોંચી ગયું છે. પ્રભુનો ઉત્તર પૂર્ણ થતાં થતાંમાં તે આકાશમાં દેવદુન્દભિ વાગી ઊઠયાં. દેવદેવીઓના સમૂહ પુષ્પ-વર્ષા કરતા પૃથ્વી પર ઊતરી રહ્યા હતા. પ્રસન્નચંદ્ર કેવળીને જય-જયકાર બોલી રહ્યા હતા. શ્રેણિક તે જોઈને ચકિત અને ભ્રમિત થઈ ગયું હતું. ભગવન! આ શું છે.”
- ભગવાન–રાજન્ ! તે મનના સંકલ્પ-વિકલ્પ પર વિજય મેળવી ચૂક્યો છે. હવે એને કેવળજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે. અને કૈવલ્ય-મહેસવ કરવામાં આવી રહ્યો છે.
ભગવન! હું આ રહસ્યને સમજી ન શક્યો. કેટલીક ક્ષણે પહેલાં જે સાતમી નરક ભૂમિને એગ્ય કર્મ કરી રહ્યો હતો અને કેટલીક ક્ષણો પછી ઉત્થાન પ્રતિ આગળ વધી રહ્યો હતો તે અત્યારે સર્વજ્ઞ બની ગયો. ભગવાન ! આ બધું કેવી રીતે થયું? હું અને આ આખી ધર્મસભા આ જાણવા માટે ઉત્સુક છે. કૃપા કરી તે સ્પષ્ટ કરો ?
રાજન ! આ સાધકનું નામ પ્રસન્નચંદ્ર રાજર્ષિ છે. તે ધ્યાનાવસ્થામાં સ્થિત હતા, તું જ્યારે વંદન કરીને આગળ ચાલ્યા તે તારી પાછળ સૈનિકે ચાલ્યા આવતા હતા એમાંથી બે સૈનિકો પરસ્પર વાર્તાલાપ કરી રહ્યા હતા. તે શબ્દ રાજર્ષિના કાનમાં પડ્યા. સૈનિક કહી રહ્યા હતા–જુઓ, આ પ્રસન્નચંદ્ર રાજાએ પોતાના નાના ૭ ત્રિષષ્ટિ. ૧૦૯,૪૮-૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org