________________
૬૧૪
ભગવાન મહાવીરઃ એક અનુશીલન
અચુત નરકમાં ચેરાસી હજારની સ્થિતિવાળા નૈરયિક રૂપમાં ઉત્પન્ન થશે. ત્યાં તને અત્યંત ઉગ્ર કષ્ટ થશે.”
મહાશતકની કોપયુક્ત વાત સાંભળી રેવતી ખૂબ ગભરાઈ ગઈ. એને લાગ્યું, પતિએ મને શાપ આપી દીધું. તે રેતી-કકળતી ઘરે આવી ભયાનક રોગથી પીડાઈ અંતે સાતમા દિવસે અસમાધિપૂર્વક જીવનને અંતિમ શ્વાસ છોડ્યો.
ભગવાન મહાવીર તે દિવસોમાં રાજગૃહમાં વિચરી રહ્યા હતા. એમણે ગૌતમ સાથે મહાશતક શ્રાવકના આ આક્રોશપૂર્ણ કથનની ચર્ચા કરતાં કહ્યું-ગૌતમ, શ્રાવકે આ પ્રમાણે સત્ય હોવા છતાં પણ અનિષ્ટ, અપ્રિય, જેને સાંભળીને દુઃખ થાય, વિચાર કરવાથી મનને ખૂચે, એવી વાણી બેલવી નહીં જોઈએ. મહાશતક શ્રાવક રેવતીને આ પ્રમાણે આક્રોશપૂર્ણ વચન કહી પિતાનું વ્રત દૂષિત કર્યું છે, એટલે તું જઈને એને કહે તે પોતાના વચનની આલેચના, આત્મનિંદા કરીને આસમાને વિશુદ્ધ બનાવે.”
ભગવાનને સંદેશ લઈ ગૌતમ રાજગૃહમાં મહાશતક શ્રાવક પાસે આવ્યા. મહાશતક ગૌતમ સ્વામીને આવતાં જોઈ અત્યંત પ્રસન્ન થ. એણે એમને વંદના કરી. મહાશતકે ભગવાનને સંદેશે સંભબાવતાં ગૌતમે કહ્યું- દેવાનુપ્રિય, તે જે આ પ્રમાણે આક્રોશપૂર્ણ કટુ વચન કહીને રેવતીના આત્માને સંતપ્ત કર્યો, ભયભીત કર્યો, તે ચગ્ય ન હતું. તારા માટે તે વખતે મૌન રહેવું ઉચિત હતું. તું પિતાની ભૂલનું પ્રાયશ્ચિત કર, આલેચના કરી આત્માને નિર્દોષ બનાવ.”
ગૌતમના કહેવાથી એણે પિતાની ભૂલની શુદ્ધિ કરી અને સાઠ ભક્તનું અનશન પૂર્ણ કરી સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થયે. ૧. ઉપાસક દશા ૮ २. नेा खलु कप्पई गोयमा !...संतेहि तचेहिं तहिएहि, सब्भूएहिं अणिछेहि अकन्तेहिं अप्पिएहिं अमणुण्णेहिं ...वागरऐहिं वागरित्तए ।
ઉપાસક દશા-૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org