________________
મહાશતકનું વ્રતગ્રહણ
૬૧૩ કામપાશમાં બાંધવાનો પ્રયત્ન કરવા છતાં જ્યારે મહાશતક સર્વથા. વિરક્ત રહ્યો ત્યારે તે કહેવા લાગી—“મને ખબર છે કે તમારા મસ્તક પર ધર્મને નશે ચડ્યો છે, તમે મુક્તિની લાલચમાં ફસાઈને આ વિરક્તિને ઢંગ કરી રહ્યા છે, પણ તમે જાણતા નથી કે જે મારી ઇચછાને તૃપ્ત કરી મારી સાથે કામ–ભેગસેવન કરે છે તે મુકિતના સુખથી પણ અધિક આનંદપ્રદ છે. આવો મારી ઈચ્છા તૃપ્ત કરો”
રેવતીએ બે-ત્રણ વાર આ પ્રમાણે મહાશતકને નિર્લજજતાપૂર્વક આગ્રહ કર્યો, અનેક પ્રકારના કામોદ્દીપક હાવભાવ અને કટાક્ષથી ડગાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ તે સાધનાથી વિચલિત ન થ. એણે અગિયાર શ્રમણોપાસકની પ્રતિમાઓ પૂર્ણ કરી. ઘોર તપની સાધનાથી એનું શરીર અત્યંત કૃશ થઈ ગયું. એટલે તે મરણાન્તિક સંખનાથી પ્રેરાઈને ખેરાક-પાણીનો ત્યાગ કરીને રહેવા લાગે. શુભ અધ્યવસાયથી એને અવધિજ્ઞાન થયું અને તે પૂર્વ, પશ્રિમ અને દક્ષિણ દિશામાં એક હજાર જન સુધી અને ઉત્તર દિશામાં ચુલહિમવંત વર્ષધર પર્વત સુધીનું જાણવા અને જોવા લાગ્યા. નીચે તે રત્નપ્રભા પૃથ્વીના ચોરાશી હજાર વર્ષની સ્થિતિવાળા લેલુ –અશ્રુત નામના નરકવાસ સુધી જાણવા–જેવા લાગ્યું. અને એક દિવસે જ્યારે મહાશતક અનશનમાં ધર્મજાગરણ કરી રહ્યો હતો, ત્યારે રેવતી ફરી પાછી મઘના નશામાં છકેલી એની પાસે આવી અને વિહ્વળતાપૂર્વક કામપ્રાર્થના કરવા લાગી. મહાશતક મૌન રહ્યો. રેવતીએ બીજીવાર એને આગ્રહ કર્યો. મહાશતક મૌન રહ્યો. હવે ત્રીજીવાર રેવતી કામાન્ય થઈને એને ધિક્કારવા લાગી. એનાં વ્રત અને આચાર પર તિરસ્કારપૂર્વક આક્ષેપ કરવા લાગી અને અન્તમાં જ્યારે અત્યંત કામવિહુવલ થઈ નિંદાયુક્ત આચરણ કરવા તૈયાર થઈ, ત્યારે મહાશતકને ક્રોધ આવ્યું. એણે રેવતીને અભદ્ર વ્યવહારને માટે ફટકારી, અવધિ જ્ઞાનથી એનું અંધકારપૂર્ણ ભવિષ્ય જણાવતાં કહ્યું, “રેવતી, તું સાત દિવસમાં અવસક (વિચિકા) રોગથી પીડાઈને રત્નપ્રભા પૃથ્વીમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org