________________
આર્ય સ્કન્દક
પ. પર્વત પરથી પડીને મરવું. ૬. વૃક્ષ પરથી પડીને મરવું. ૭. પાણુમાં ડૂબી જઈને મવું. ૮. અગ્નિથી બળીને મરવું. ૯. ઝેર ખાઈને મરવું. ૧૦ શસ્ત્ર-પ્રાગથી મરવું. ૧૧ ફસે ખાઈને મરવું. ૧૨ ગીધ વગેરે પક્ષીઓ વડે કેચાવાથી મરવું.
આ બાર પ્રકારે મરીને જીવ અનંતવાર નૈવિક ગતિનો અધિકારી થાય છે. તિર્યંચ ગતિને પ્રાપ્ત કરે છે. અને ચતુર્થત્યાત્મક સંસારની અભિવૃદ્ધિ કરે છે ! એટલે કહેવાય છે કે મરણથી સંસાર વધે છે.
સ્કન્દક–ભગવન, પંડિતમરણ કેને કહે છે ? અને તે કેટલા પ્રકારનાં છે?
મહાવીર–કન્ટક, પંડિતમરણ બે પ્રકારનાં છે. ૧. પાદેગમન, ૨. ભક્તપ્રત્યાખ્યાન. પાપગમન બે પ્રકારનાં છેઃ ૧. નિર્ધારિમ, ૨. અનિરિમ. ભક્તપ્રત્યાખ્યાન પણ બે પ્રકારનાં છેઃ ૧. નિહરિમ ૨. અને અનિહરિમ. જે શ્રમણ ઉપાશ્રયમાં પાપગમન યા ભકતપ્રત્યાખ્યાન પ્રારંભ કરે છે, પંડિતમરણ પછી એનું શબ ઉપાશ્રય અને નગરમાંથી બહાર લઈ જઈ સંસ્કારિત કરવામાં આવે છે. એટલે તે મરણ નિર્ધારિમ કહેવાય છે. જે અરયમાં પાગમન યા ભકતપ્રત્યાખ્યાન દ્વારા દેહ ત્યાગ કરે છે એનું શબ સંસ્કાર માટે કઈ બહારની જગ્યાએ લઈ જવામાં આવતું નથી, એટલે તે મરણ નિહારિમ કહેવાય છે. પાગમન નિર્ધારિમ હોય કે અનિહરિમ, પણ તે અપ્રતિકર્મ હોય છે, કેમ કે એ મરણમાં વૈયાવૃત્ય થતું નથી. ભકતપ્રત્યાખ્યાન નિર્ધારિમ હોય કે અનિહરિમ, સપ્રતિકર્મ હેય છે. કેમ કે ત્યાં આગળ વૈયાવૃત્ય નિષિદ્ધ નથી. આ પ્રમાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org