________________
१३२
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
એ રાજગૃહની નજીક આવેલ વિપુલ પર્વત પર અનશન કરી દેવપદ પ્રાપ્ત કર્યું. " ભગવાને પિતાને વીસ વર્ષવાસ રાજગૃહમાં વ્યતીત કર્યો.
રાજા કૃણિકની અપૂર્વ ભક્તિ ભગવાને રાજગૃહને વર્ષવાસ પૂર્ણ કરી ચંપા તરફ પ્રસ્થાન કર્યું. મગધપતિ શ્રેણિકતા દેહાવસાન પછી કૂણિકે ચંપાને પોતાની રાજધાની બનાવી હતી. જેના કારણે મગધનું રાજકુટુંબ ચંપામાં જ રહેતું હતું. ભગવાન મહાવીરનું ચંપામાં આગમન અને કૃણિકનું ભક્તિ-નિદર્શનનું વિવરણ ઔપપાતિક સૂત્રમાં ખૂબ જ વિરાટરૂપમાં કરવામાં આવ્યું છે. એને સાર આ પ્રમાણે છે –
ભગવાન મહાવીર વિહાર કરતાં ચંપાનગરીના ઉપનગરમાં આવ્યા. પ્રવૃત્તિ–વાદુક પુરુષ આ સમાચાર પામીને આનંદિત અને પ્રકુલિત થયા. સ્નાન કરી મંગલવસ્ત્ર પહેરી, બહુમૂલ્યવાન આભૂષણ ધારણ કરીને, ગૃહસ્થી ચંપાનગરના મધ્યમાં થઈને ભભસાર પુત્ર કૃણિકની રાજસભામાં આવ્યું. જય-વિજય શબ્દથી વર્ધાપના કરીને બોલ્યા –“દેવાનુપ્રિય ! આપ જેનાં દર્શન ઈચ્છે છે, નામ, ગાત્ર આદિના શ્રવણથી જ હૃષ્ટપુષ્ટ થઈ જાય છે, તે શ્રમણ ભગવાન મહાવીર ગ્રામાનુગ્રામ વિચરતા કમશઃ ચંપાનગરીના ઉપનગરમાં આવ્યા છે, ચંપાનગરીના પૂર્ણભદ્ર ચત્યમાં તે આવનાર છે. આ સમાચાર આપને પ્રિય થાવ.”
કૃલિક આ પ્રવૃત્તિ-નિવેદક પાસેથી આ સંવાદ-સમાચાર સાંભળી અત્યંત હર્ષિત થયે. એનાં નેત્ર અને મુખ વિકસિત થઈ ગયાં. તે જલદીથી રાજસિંહાસનને છોડી ઊભે થયો. પાદુકાઓ કાઢી નાખી. પાંચેય રાજચિહ્ન દૂર કર્યા. એક સાટિક ઉત્તરાસંગ કર્યું. હાથ જોડીને સાત-આઠ પગલાં મહાવીરની દિશા તરફ આગળ વધે. ડાબા પગને ૭ ખડગ, છત્ર, મુકુટ, ઉપાનહ અને ચામર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org