________________
શ્રેણિકની જિજ્ઞાસા
૫૮૧
ભગવાને જોયું-સમ્રાટને અહંકાર પહેલાંથી પણ વધુ ઉદ્દીપ્ત છે. તે ભૌતિક વૈભવથી આધ્યાત્મિક સાધનાનું મૂલ્ય આંકવા માગે છે.
ભગવાને કહ્યું–રાજન! તું ભૌતિક વૈભવની તુલના સામાયિક સાથે કરવા માગે છે? સુમેરુની જેમ સુવર્ણ, ચાંદી, હીરા, પન્ના, માણેક અને મેતીઓને ઢગલો રચી દે તે પણ સામાયિકનું મૂલ્ય તે શું, પણ સામાયિકની દલાલી પણ થઈ શકતી નથી.
ભગવાને પોતાની વાતનું સ્પષ્ટીકરણ કરતાં કહ્યું --એક વ્યક્તિ અંતિમ શ્વાસ લઈ રહ્યો છે. એને શું કઈ કડે અને અબ ધન દઈને બચાવી શકે છે?
રાજા–એ તે બિલકુલ અસંભવ જ છે.
રાજન ! મણિમુક્તાઓથી પણ જીવનની કિંમત વિશેષ છે. એક ક્ષણનું જીવન પણ મણિમુક્તાએથી ખરીદી શકાતું નથી. સામાયિક તે આત્મ-ભાવની સાધના છે, સમયની સાધના છે. રાગદ્વેષની વિષમતાથી ચિત્તને દૂર કરી જનથી જિન બનવું, તે સામાયિકનું આધ્યાત્મિક મૂલ્ય છે. એને પ્રાપ્ત કરવા માટે મનને સ્ફટિક જેવું નિર્મલ બનાવવું જોઈએ, સમત્વમાં સ્થિર કરવું જોઈએ.
રાજા શ્રેણિકને આજે માલુમ પડ્યું કે સામાયિક શું છે? ધનથી સામાયિક ખરીદવાને એને અહંકાર નષ્ટ થઈ ગયે.૫
સારાંશ એ છે કે આ વાત થવાની ન હતી અને ન તે નરકમાં જવાનું ટાળવાનું હતું. રાજા શ્રેણિકને પ્રતિબંધ આપવા માટે જ મહાવીરે આ ઉપાએ બતાવ્યા હતા.
રાજર્ષિ પ્રસન્નચંદ્ર એક વાર રાજા શ્રેણિક ભગવાન મહાવીરનાં દર્શન માટે આવ્યા. વંદના કરીને એણે પૂછયું. “ભગવન્! હું આજ દશનને માટે આવી રહ્યો હતો. માર્ગમાં મહાન તપસ્વીનાં દર્શન થયાં. તેઓ ખૂબ ઉગ્ર ૫ શ્રેણિકચરિત્રા (શ્રી ત્રિલેકઋષિજીકૃત)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org