________________
પંચવર્ષીય–પ્રવાસ
૫૯૯
સ્થિર નગાર વિના દિવસો હતા. કોઈ
ભેજનને ધન્ય અનાર ગ્રહણ કરતા હતા. કેઈ દિવસ આહાર મળે તે પાણી નહીં અને કઈ દિવસ પાણી મળે તે ભેજન નહીં તે પણ ધન્ય અનગાર પિતાની મસ્તીમાં મસ્ત, સાધનામાં શાંત, તપસ્યામાં સ્થિર અને પિતાના કર્મમાં સદા જાગૃત હતા. આમાં સાધનામાં શરીર સહગી રહી શકે, એટલે જ એને ભેજન દેવાનું ધન્ય અનગારે સ્વીકાર્યું હતું. જેવી રીતે સાપ રગડાયા વગર બિલમાં જાય છે, તેવી રીતે ધન્ય અનગાર સ્વાદ વિના ભેજન ગળી જતા હતા. સ્વાદવિજયનું આ મહાન વ્રત હતું. અનગાર સાધનાની એટલી ઊંચી ભૂમિકામાં પહોંચી ગયા હતા કે જ્યાં ફૂલ અને કાંટા વચ્ચે કોઈ ભેદરેખા ન હતી. અનુકૂળતા અને પ્રતિકૂળતામાં ભેદબુદ્ધિ ન હતી.
ઉગ્ર તપની ભાવનાથી ધન્ય અનગારનું શરીર અત્યંત ક્ષીણ બની ગયું હતું. રક્ત, માંસ અને મજજા શરીરમાં કિંચિત્ માત્ર જ હતાં. ચામડીથી વીંટળાયેલ કેવલ હાંડપિંજર જ અવશેષ રહ્યું હતું. ઊઠતાં –બેઠતાં ચાલતાં-ફરતાં હાડકાઓનો કડકડટ થતો હતો. તે જીવિત હતા શરીરથી નહીં પરંતુ આત્મબળથી. તે ઊભા થતા હતા શરીરબળથી નહીં પણ મને બળથી. એમને બેલવામાં પણ ખૂબ તકલીફ પડતી હતી, એમનું જીવન સાધકે માટે પ્રકાશસ્તંભ સમાન હતું.
શ્રમણ ભગવાન મહાવીર અનુક્રમે વિહાર કરતા કરતા રાજગૃહમાં પધાર્યા. શ્રેણિક સમ્રાટ દર્શન માટે ઉપસ્થિત થયા. એમણે ભગવાનને પૂછયું :
ભંતે! આપના ચૌદ હજાર સાધક શિષ્યોમાંથી સૌથી ઊંચા સાધક કેણ છે, કોણ મહાદુષ્કર કિયા અને મહાનિજર કરનાર છે.
ભગવાને કહ્યું – શ્રેણિક ! સાધકેમાં સૌથી શ્રેષ્ઠ સાધક અનગારોમાં સૌથી ઊંચા અનગાર અને તપસ્વીઓમાં સૌથી મહાન તપસ્વી ધન્ય અનગાર છે. તે મહાદુષ્કર કિયા કરનાર અને મહાનિર્જરા કરનાર છે.
રાજા શ્રેણિક ધન્ય અનગારને વંદન કરવા ગયા. શ્રેણિક સમ્રાટે ધન્ય અનગારને ભગવાનની વાત કહી, તથાપિ એના મનમાં કોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org