________________
અતિમુકતક મુનિ
૬૦૯ કુમાર ! અમારા ધર્મગુરુ મહાવીર સ્વામી છે, જે તમારા નગરની બહાર શ્રીવન ઉદ્યાનમાં પધાર્યા છે. અમે લેકે ત્યાં રહ્યા છીએ.
ગૌતમના નેહમય વ્યવહારથી કુમારનું મન આકૃષ્ટ થઈ ગયું. કહ્યું–ચાલે, હું પણ આપના ગુરુનાં દર્શન કરીશ.” અતિમુક્તક પૂર્વ પરિચિતની માફક સાથે ચાલી રહ્યો હતે. ગૌતમે જેવી રીતે વંદન કર્યા એવી રીતે જ અતિમુકતકે પણ પ્રભુને ભક્તિ સાથે વંદન કર્યા. જગમગાતી આ બાલ-જીવન-જ્યોતિને ભગવાને મધુર શબ્દમાં ઉપદેશ આપે.
ઉપદેશ સાંભળ્યા પછી અવિમુક્તકે કહ્યું–ભક્ત ! હું પણ આપની માફક શ્રમણ બનવા માગું છું.
અતિમુક્તક પિતાના ગૃહે પાછો ફર્યો. માતાપિતા પાસે પિતાના હૃદયની વાત સ્પષ્ટ શબ્દોમાં કહી. માતાપિતા હસ્યાં, પુત્ર ! સાધુ બનવું તે હસવાને ખેલ નથી. તે કાર્ય તે તલવારની ધાર પર ચાલવા જેવું કઠિન છે. વત્સ ! બળતા અંગારા પર ચાલવાનું સહેલું છે પણ શ્રમણ-જીવનની સાધના કરવી કઠણ છે.
પૂજ્યવર! મેં મારી શકિતને માપી લીધી છે. હું અંગારા પર હસતે હસતે ચાલી શકું છું. મારે સંકલ્પ દઢ છે. જે જન છે તે અવશ્ય જ મરવાને છે, પણ ક્યારે અને કેવી રીતે, તે હું જાણતા નથી.
છવ કર્મને કારણે સંસારનાં પરિભ્રમણ કરે છે, એ હું જાણું છું.
અન્તમાં, માતા-પિતાની ઈચ્છાથી રાજ્યસિંહાસન પર બેઠે, પરંતુ અંતરથી તો બીજે જ વિચાર હતું. એટલે એણે એક દિવસ રાજ્ય કરીને બીજા દિવસે અપૂર્વ ઉત્સાહ સાથે ભગવાનની પાસે દીક્ષા ગ્રહણ કરી.
જે સમયે અતિમુક્તકે દીક્ષા ગ્રહણ કરી, એ વખતે એની ઉંમર માત્ર છ વર્ષની હતી. આમ તે આઠ વર્ષથી એાછા વર્ષવાળાને
૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org