________________
અતિમુકત મુનિ
૬ ૦૭.
અતિમુક્ત મુનિ અન્તકૃદશાંગમાં પણ ભગવાન મહાવીરના પિલસપુરમાં પધાર્યાને ઉલ્લેખ છે. પણ નોંધવું જોઈએ કે ઉપાસક દશાંગમાં પિલાસપુરના રાજાનું નામ જિતશત્રુ અને ઉપવનનું નામ સહસ્ત્રાભ વન જણાવવામાં આવ્યું. જ્યારે અન્તકૃદૂદશાંગમાં રાજાનું નામ વિજય જણાવ્યું છે. રાણીનું નામ શ્રીદેવી અને ઉદ્યાનનું નામ શ્રીવન જણાવ્યું છે. ' અમારી દષ્ટિએ જિતશત્રુ એ રાજાનું નામ નહિ પણ વિશેષણ હોવું જોઈએ. અનેક રાજાનું એક નામ હય, એગ થવું એાછું શક્ય છે. શત્રુઓ પર વિજય–વૈજયતી ફરકાવવાને કારણે એને જિતશત્રુ નામથી સંબંધિત કર્યો હોય. અસ્તુ.
ભગવાન મહાવીર પિલાસપુરમાં પધાર્યા. ગણધર ગૌતમ ભાગવાનની અનુમતિ લઈ ભિક્ષા માટે નીકળ્યા. તેઓ પરિભ્રમણ કરતા ત્યાં પહોંચી ગયા કે જ્યાં રાજકુમાર અતિમુક્તક પિતાના બાલસથીઓની સાથે રમી રહ્યો હતે. બચ્ચાઓને રમવા માટે એક મેદાન હતું. જેને “ઈન્દ્રસ્થાન” કહેવામાં આવતું હતું. ગૌતમ જ્યારે આ ઈન્દ્રસ્થાનની નિકટથી જઈ રહ્યા હતા, તે વખતે અતિમુકતે એમને જોયા. શાંત, સંયમી અને મંદ હાસ્યથી ભરેલ મુખ, વિશાલ ભાલ, ઉન્નત મસ્તક, ચમકતાં નેત્ર, અભયની મંજુલમૂતિ, વિશિષ્ટ
વેત વેશ–ભૂષાને જોઈને કુમારના મનમાં એને પ્રતિ કુતૂહલ જાગૃત થયું. તે કેટલોક સમય ટકી ટકીને એમની સામે જોઈ રહ્યો. પછી પાસે આવે તે એમની અદ્ભુત સૌમ્યતાથી નિર્ભય થઈને પૂછવા લાગ્ય–ભદન્ત, આપ કેણ છે ? અને કયા કારણે આમ ઘરેઘેર ઘૂમે છે ?
ગૌતમે મંદ સ્મિત કરી બાલક તરફ જોયું, સહજ નિશ્ચલતા ૧. અન્તકૃદ્દશાંગ વર્ગ ૬, ૮, ૧૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org