________________
૧૯૭
પંચવર્ષીય પ્રવાહ
રાજા ઉદયનની ઉંમર નાની હતી. મહારાણી મૃગાવતી પર એક ધ સંકટ આવ્યું હતું. રાજા ચડપ્રદ્યોત મહારાણીના રૂપ પર મુગ્ધ હતા. તે અને રાણી બનાવવા માટે આતુર હતા, એટલે કૌશાંખીની બહાર તેણે ઘેરે નાંખી રાખ્યા હતા. ચંડપ્રદ્યોતને વાક્ચાતુર્યથી આશ્વાસન આપી, મહારાણી મૃગાવતી એ વખતે રાજ્યનું સંચાલન કરતી હતી. ભગવાન પધારવાના સમાચાર સાંભળી ચંડપ્રદ્યોત પોતાની અગારવતી વગેરે રાણીએ સાથે તથા ઉડ્ડયન રાજા મૃગાવતી વગેરેની સાથે ભગવાનના સમવસરણમાં ઉપસ્થિત થયા. ભગવાનનું વૈરાગ્યયુક્ત પ્રવચન સાંભળી અનેક સાધક શ્રદ્ધાવાન બન્યા. રાજામાતા ભૃગાવતીએ કહ્યુ –ભગવન્ !હું રાજા ચડપ્રદ્યોતની આજ્ઞા લઈને દીક્ષા ગ્રહણ કરવા માગું છું. એણે સમવસરણમાં જ ચંડપ્રદ્યોત પાસે આજ્ઞા માગી. પ્રદ્યોતની ઇચ્છા અત્યાર સુધી આજ્ઞા આપવાની ન હતી, પરંતુ સમવસરણમાં લજજાવશ તેમ કરી શકયો નહીં. એણે મૃગાવતીને આજ્ઞા આપી પોતાના પુત્ર ઉદયનને ચંડપ્રદ્યોતના સંરક્ષણમાં મૂકી તે દીક્ષા લેવા તૈયાર થઈ. આ વખતે ચંડપ્રદ્યોતના અંગારવતી વગેરે આઠ રાણીઓએ પણ રાજા પાસે દીક્ષા માટે આજ્ઞા માગી. પ્રદ્યોતે પણ તેઓને આજ્ઞા આપી. મૃગાવતીની સાથે એમણે પણ દીક્ષા લીધી.૨ દીક્ષા લેવાથી મૃગાવતીના પર જે શીલ અગે સંકટ આવ્યું હતું તે સદા માટે ટળી ગયું.
કેટલાક સમય સુધી ભગવાન કૌશાંખી અને એની નજીકનાં ગ્રામનગરામાં વિચરતા રહ્યા. પછીથી ભગવાન વિદેહ-ભૂમિ તરફ પ્રસ્થાન કયુ". ભગવાન ત્યાંથી વૈશાલી પધાર્યાં અને પેાતાને વીસમે વર્ષોવાસ ત્યાં કાં.
ધન્ય અનગાર
વૈશાલીના વીસમે વર્ષોવાસ પૂરા કરીને ભગવાન મિથિલા થઈ ને કાક'દી પધાર્યા. કાકી એક સુંદર નગરી હતી. એના શાસક જિતશત્રુ ૨. આવશ્યક ચૂર્ણિ પૃ. ૯૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org