________________
૫૮૨
ભગવાન મહાવીરઃ એક અનુશીલન સાધના કરી રહ્યા હતા. સૂર્ય તરફ ઊંચા હાથ રાખવામાં આવ્યા. હતા. મેરુની માફક તે અડેલ હતા. ધ્યાનમાં તલ્લીન હતા. નાસાગ્ર પર દષ્ટિ કેન્દ્રિત હતી. મુખ પર અદ્ભુત સમતા અને શાંતિ ઝળકી રહી હતી. તે કેટલા ઉગ્ર તપસ્વી છે. ભગવાન ! તે કઈ ઉત્તમ ગતિને પામશે ?”
“રાજન ! તેં જે મહાન તપસ્વીનાં દર્શન કર્યા. તે જે અત્યારે કાળધર્મ પ્રાપ્ત કરે તે સાતમી નરકભૂમિને પ્રાપ્ત કરી શકે છે?
આટલી મહાન સાધના, તે પણ સાતમું નરક? જેના અણુ અણુમાં અપાર શાંતિ હોય, સાધનાનું સૌંદર્ય સ્પષ્ટ રૂપમાં ઝળકી રહ્યું હોય તે મરીને નરકમાં જશે? શ્રેણિકને પિતાના કાને પર વિશ્વાસ ન હતો રહ્યો કે હું શું સાંભળું છું?
રાજન ! તું બેટું નહીં, પણ સાચું જ સાંભળી રહ્યો છું. જે તે અત્યારના સમયે કાલધર્મને પ્રાપ્ત કરે તે છઠ્ઠી નરકભૂમિમાં જઈ શકે છે?
સાતમીમાંથી છઠ્ઠી નરકભૂમિ ! એ કેવી રીતે? “હા! રાજન અત્યારે એના પાંચમી નરકભૂમિને ચોગ્ય કર્મબંધન ચાલે છે.”
શ્રેણિક આ વણઉકેલાયેલ સમસ્યાને સમજી શકે નહીં. એના મનમાં વિચિત્ર પ્રકારનું કુતૂહલ થયું. એણે પૂછયું–પ્રભુ હવે...?
હવે એનાં કર્મ ચેથી નરકભૂમિને ચગ્ય છે.
પ્રશ્નોત્તર આગળ વધતા રહ્યા અને ડીક જ ક્ષણેમાં ત્રીજું, બીજું અને પહેલું–હવે ગતિને કમ ઉપરની બાજુ આગળ વધવા લાગે. શ્રેણિકના મનમાં આ ઉતાર-ચઢાવ અંગે જાણવાની તીવ જિજ્ઞાસા ઉત્પન્ન થઈ. એણે પૂછયું– ભગવાન ! હવે? ભગવાનની દિવ્ય દષ્ટિથી કંઈ પણ છૂપાયેલું ન હતું. ભગવાને કહ્યું–શ્રેણિક # मागे प्रसन्नचन्द्र तमेकपादप्रतिष्ठितम् । आतापनां प्रकुर्वाणमल बाहुमपश्यताम् ।।
-ત્રિષષ્ટિ. ૧૦,૯, ૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org