________________
૫૯૦
ભગવાન મહાવીર : એક અનુશીલન
છે. પરોપકારી અને ધર્મમાં અવસ્થિત છે. એમની તુલના તમે વણિકની સાથે કરે છે, તે તમારા અજ્ઞાનનું પ્રતીક છે.
આદ્રકમુનિના તર્કપૂર્ણ ઉત્તર સાંભળી ગોશાલક નિરુત્તર થઈ ચાલ્યા ગયે. આદ્રકમુનિ આગળ વધ્યા. એમને બૌદ્ધ ભિક્ષુ મળે જેની સાથે આ પ્રમાણે વાર્તાલાપ થયે.
બોદ્ધ ભિક્ષુ બૌદ્ધ ભિક્ષુ – આદ્રક!તે વણિકના દષ્ટાંત દ્વારા બાહ્ય પ્રવૃત્તિનું ખંડન કર્યું તે ઘણું સારું કર્યું. અમારે પણ એ સિદ્ધાંત છે કે બાહ્ય પ્રવૃત્તિ બંધ-મોક્ષનું પ્રધાન કારણ નથી. પરંતુ અંતરંગ વ્યાપાર જ એનું મુખ્ય અંગ છે. અમારી દષ્ટિથી કઈ પુરુષ ઓળના પિંડને પણ પુરુષ સમજીને રાંધે યા તુંબડાને બાળક માનીને રાંધે તે તે પુરુષ અને બાલકના વધનું જ પાપ કરે છે. એ પ્રમાણે જે કોઈ વ્યક્તિ પુરુષ યા બાલકને ખેળ યા તુંબડું સમજીને કાપે છે કે રાંધે છે તો તે પુરુષ અને બાળકનાં વધનું પાપ ઉપાજિત કરતું નથી. અમારા મત પ્રમાણે તે તે પકવ માંસ પવિત્ર અને બુદ્ધોના પારણાને ગ્ય છે.
અમારી દ્રષ્ટિથી જે વ્યક્તિ પ્રતિદિન બે હજાર સ્નાતક (ાધિસત્વ) ભિક્ષુઓને ભેજન કરાવે છે તે દેવગતિમાં આપ્યો નામક સર્વોત્તમ દેવ થાય છે.'
આર્દિક મુનિ – પ્રાણ-ભૂતની હિંસા કરવામાં પાપનો અભાવ કહે, સંયમી સાધકને માટે એગ્ય નથી. જે આ પ્રમાણે ઉપદેશ ૨ સૂત્રકૃતાંગવૃત્તિ શ્રુ. ૨. અ. ૬, ગા. ૨૯, શીલાંકાચાર્ય. પ્ર. શ્રી ગોડીજી
પાર્શ્વનાથ જૈન દેરાસર પેઢી, મુંબઈ ૩ દીધનિકાય, મહાનિદાન સુત્તમાં કામભાવ, રૂપભવ, અરૂપભવ, બુદ્ધના
ત્રણ પ્રકારના ભવ જણાવ્યા છે. અરૂપભવને અર્થ નિરાકાર લોક છે. ૪ સૂત્રકૃતાંગ સૂત્ર, મૃત ૨. અ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org