________________
૫૮૮
ભગવાન મહાવીર : એક અનુશીલન
સમજીને ઉપદેશ આપે છે. એમાં જરાયે દોષ નથી. જે પાંચ મહાવતને ઉપદેશ આપે છે, જે પાંચ અણુવ્રતની ઉપગિતા સમજાવે છે, જે પાંચ આશ્રવ, પાંચ સંવરને હેય, ઉપાદેય જણાવે છે અને જે અકર્તવ્ય કર્મથી નિવૃત્ત થઈ ઉપદેશ કરે છે, તે વિજ્ઞ છે અને તે કર્મમુક્ત થનાર સાચે શ્રમણ છે.
ગોશાલક–અમારા સિદ્ધાંત અનુસાર સચિત જલ પીવામાં, બીજાદિ ધાન્ય ખાવામાં, ઉદિષ્ટ આહાર ખાવામાં તથા સ્ત્રી-સંગમાં એકાન્ત વિહારી તપસ્વીને કિંચિત્ માત્ર પણ પાપ લાગતું નથી. - આદ્રક મુનિ-જે એમ જ છે તે ગૃહસ્થ અને શ્રમણ વચ્ચે શે ફેર છે? બધા ગૃહસ્થ શ્રમણ થઈ જશે. જે આપે કહ્યા તે સર્વ કાર્ય તેઓ કરે જ છે. જે કાચું પાણી પીએ છે, બીજ, ધાન્યાદિ ખાય છે, સેવી છે તે ભિક્ષુ તે કેવલ પેટ ભરવા માટે જ ભિક્ષુ બન્યા છે. આ પ્રમાણે સંસારનો ત્યાગ કરીને પણ તેઓ મેક્ષ પામી શકશે નહીં, એવું મારું દઢ મંતવ્ય છે.
ગશાલક–એમ કહીને તે બધા મને તિરસ્કાર કરી રહ્યો છે. એ બીજ-ફલ ખાનાર તપસ્વી મહાત્માઓને તું કુગી અને ઉદરાથી ભિક્ષુ કહે છે!
આદ્રક મુનિ-હું કઈ મતની નિંદા કરતા નથી પરંતુ સત્યતયનું ઉદ્ઘાટન કરી રહ્યો છું. અન્ય દર્શનવાળા પિતાના મતની પ્રશંસા કરે છે અને બીજાની નિંદા કરતાં કહે છે-તત્વ અમને જ પ્રાપ્ત થયું છે, બીજાને નહીં. હું કઈ વ્યકિતવિશેષને નહીં પણ મિથ્યા-માન્યતાઓને તિરસ્કાર કરું છું. જે સંયમી સાધક કેઈ
સ્થાવર પ્રાણીઓને પણ કષ્ટ આપતું નથી, તે કેઈને તિરસ્કાર કેવી રીતે કરી શકે?
ગોશાલક–તારે ધર્માચાર્ય કાયર છે કેમકે તે ઉદ્યાન–શાળાઓમાં, ધર્મશાળાઓમાં એટલા માટે ભતે નથી કેમકે ત્યાં અનેક દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org