________________
૫૫૬
ભગવાન મહાવીર : એક અનુશીલન
શાલિભદ્રને સમાધાન પ્રાપ્ત થયું મહાવીરની આજ્ઞા લઈને શાલિભદ્રે એ દિવસે વૈભારગિરિ જઈને અનશન શરૂ કર્યો. ભદ્રા સમવસરણમાં આવી મહાવીરના મુખારવિંદથી શાલિભદ્રને ભિક્ષાચરીથી માંડીને અનશન સુધીને સર્વ વૃત્તાન્ત સાંભ. માતાને અપાર વેદના થઈ તે એ જ વખતે પર્વત પર પહોંચી. પુત્રની તપથી અત્યંત કૃશ થઈ ગયેલી કાયાને જોઈને અને મરણાભિમુખ સ્થિતિ નિહાળીને એનું હૃદય હાલી ઊઠયું. તે પોક મૂકીને રડવા લાગી. રાજા શ્રેણિકે એને ખૂબ સાંત્વના આપી. શાલિભદ્ર આયુષ્ય પૂર્ણ કરી સર્વાર્થસિદ્ધમાં ઉત્પન્ન થયા. એવી રીતે ધન્ના પણ.
બનેનું ગૃહસ્થ જીવન ભેગપ્રધાન હતું અને સાધક-જીવન એટલું જ ત્યાગપ્રધાન રહ્યું.
આ પ્રમાણે હજારો નરનારીઓને ચારિત્ર-ધર્મની શિક્ષાદીક્ષા દેતા ભગવાને તે વર્ષાવાસ રાજગૃહમાં વ્યતીત કર્યો.
સિંધુ–સાવીરને ઐતિહાસિક પ્રવાસ
મહાચંદ્રની દીક્ષા રાજગૃહનો વર્ષાવાસ સમાપ્ત કરી ભગવાને ચંપા તરફ વિહાર કર્યો. ચંપાની બહાર પૂર્ણભદ્ર નામના યક્ષનું યક્ષાયતન હતું, ભગવાન ત્યાં પધાર્યા.
એ સમયે ચંપામાં દત્ત નામને રાજા હતા. રક્તવતી એની રાણી હતી. અને મહાચંદ્ર નામને પુત્ર હતો, તે યુવરાજ પણ હિતે. ભગવાનના આગમનના સમાચાર સાંભળી રાજા સપરિવાર ૧૦ એંજન ૧૦,૧૦,૧૬૫–૧૮૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org