________________
સિંધુ-સૌવીરને ઐતિહાસિક પ્રવાસ
૫૬૧ ભાગી કેમ ગયો? કૌશિક શિશુ(ઘુવડના બચ્ચા)ની માફક આપના મુખસૂર્યને જોઈને જ કેમ ગભરાઈ ગયે. ૧૧
ભગવાને સમાધાન કરતાં કહ્યું – ગૌતમ! આ પૂર્વબદ્ધ પ્રીતિ અને વેરને ખેલ છે. આ કિસાનના જીવની સાથે તમારી પૂર્વ પ્રીતિ છે, અનુરાગ છે. આ માટે તેને જોઈને એના મનમાં અનુરાગ પેદા થયે અને તારે ઉપદેશ સાંભળીને એને સુલભ બધિત્વની પ્રાપ્તિ થઈ. મારા પ્રત્યે હજુ એના સંસ્કારોમાં વેર અને ભયની સ્મૃતિઓ શેષ રહી છે. એટલે મને જોઈને પૂર્વ વૈર યાદ આવી ગયું અને ભયભીત થઈને ભાગી ગયે.
ગૌતમના આગ્રહથી ભગવાને પિતાના ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવની ઘટના સંભળાવતાં કહ્યું—એ જન્મમાં હું ત્રિપૃષ્ઠ નામને રાજકુમાર હતો. તું મારો પ્રિય સારથિ હતો. જ્યારે મેં સિંહને પકડી ચીરી નાંખે. એ સમયે સિંહને અંતિમ શ્વાસ છૂટી રહ્યો હતો ત્યારે તેં એને પ્રિયવચનથી સંતુષ્ટ કર્યો કે-વનરાજ ! મનમાં ગ્લાનિ અને ખેદ ન કર. તને મારનાર સાધારણ મનુષ્ય નથી તે રાજકુમાર ત્રિપૃષ્ઠ પણ નરસિંહ છે, એટલે સિંહનું વીર મૃત્યુ એક નરસિંહને હાથે થયું છે, માટે તે શેક કર નહીં.૧૨
તારાં પ્રીતિ વચનોથી સિંહને ખૂબ શાંતિ થઈ. ઘવાયેલા સિંહે અહંમૂલક પ્રસન્નતાથી પ્રાણત્યાગ કર્યો.
આ અંતિમ સમયના અનુરાગમય વચનોની સ્મૃતિને કારણે તારા પ્રતિ એના મનમાં અનુરાગના સંસ્કાર જમ્યા અને મારા હાથથી મૃત્યુ થવાને કારણે મારા પ્રતિ એના મનમાં વેર અને ભયની ભાવનાને સંચાર થયે.૧૩ ११ ज सोक्खकरेवि हु तुज्झ दसणे, दूरओ वि सो हलिओं ।
સૂરસ સિમો દૃવ, હું તેય મહેતે –મહાવીરચરિયં(ગુણભદ્ર)૨૯૧ ૧૨ (ક) આવશ્યક ચૂર્ણિ પુ. ૨૩૪ (બ) ત્રિષષ્ટિશલાકા પુરુષ. ૧૦,૧ ૧૩ ત્રિષષ્ટિ ૧૦, ૯.
૩૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org