________________
પ૭૪
ભગવાન મહાવીર : એક અનુશીલન
વરસાવતા, મારતા, તજન કરતા અને પ્રહાર પણ કરતા પરંતુ અર્જુન અનગાર સર્વને શાંતભાવથી સહન કરતે છ મહિના સુધી સંયમ પાળી અન્તકૃત કેવલી બન્યા. ૧૨
કાશ્યપની દીક્ષા - રાજગૃહમાં કાશ્યપ નામને ગાથાપતિ હતો. એણે પણ ભગવાનની પાસે દીક્ષા ગ્રહણ કરી પછીથી એણે અગિયાર અંગેનું અધ્યયન કર્યું, ઉત્કૃષ્ટ તપ કર્યું. સોલ વર્ષ સુધી સાધુધર્મનું પાલન કરી અંતે તે વિપુલ પર્વત પર મેક્ષે ગયો. ૧૩
વારત્તની દીક્ષા વારા નામના ગાથા પતિએ પણ દીક્ષા લીધી હતી, તે પછી અધ્યયન અને તપ કરી બાર વર્ષ સુધી શ્રમણ પર્યાય પાળીને તે મોક્ષે જાય છે. ૧૪
નંદમણિકારનું શ્રાવક વ્રત ભગવાને તે વર્ષાવાસ રાજગૃહ નગરમાં વ્યતીત કર્યો.
નંદ મણિકાર ઝવેરીએ ભગવાનને ઉપદેશ સાંભળી શ્રાવક વ્રત ગ્રહણ કર્યું. ૧૫
શ્રેણિકની જિજ્ઞાસા
નરકગમન અને તીર્થંકર પદ
વર્ષાવાસ પૂર્ણ થવાથી ભગવાન ધર્મપ્રચારને માટે રાજગૃહમાં જ બિરાજમાન રહ્યા. સમવસરણ ભરાયેલું હતું. સમવસરણમાં જ્યાં ૧૨ અંતકૃદદશાંગ વર્ગ ૬, અ. ૩ ૧૩ અંતકૃદશાંગ વર્ગ ૩, અ. ૪ ૧૪ અંતકૃદશાંગ વર્ગ ૩, , ૯ ૧૫ જ્ઞાતાધર્મકથા, શ્રત ૧, અ. ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org