________________
ભગવાન મહાવીર : એક અનુશીલન
- ગૌતમે તે ભદ્ર કિસાનને એ સમયે આહંતી દીક્ષા આપી અને કહ્યું–હવે ચાલે મારા ધર્મગુરુ ધર્માચાર્યની પાસે. કિસાને કહ્યું–મારા ધર્મગુરુ આપ જ છે.
ગૌતમે કહ્યું–મારા અને તારા બધા સાધકના ધર્માચાર્ય મહાવીર પ્રભુ છે. તેઓ તીર્થંકર છે અને તે જ્ઞાની છે. વિશ્વનું એવું કઈ રહસ્ય નથી કે જે એમનાથી છુપાયેલું હોય મેટા મેટા સમ્રાટ ધનકુબેર શ્રેષ્ઠી અને દેવતા પણ એમનાં ચરણેમાં નમસ્કાર કરે છે. મહાન તપસ્વી છે. આ પ્રમાણે ભગવાનના દિવ્ય અતિશયેનું વર્ણન કરીને તેઓને આ નવ પ્રજિત શિષ્યને ભગવાનની પાસે લઈ આવ્યા. નવ પ્રજિત કિસાને જેવા ભગવાનને જોયા છે તે પરસેવાથી રેબઝેબ થઈ ગયે. એનું રોમરામ કંપી ઊઠયું, જેવી રીતે બરફના તેફાનથી છેડ કાંપી ઊઠે છે તેવી રીતે એની આંખો ઝીણી થઈ ગઈ. એણે કહ્યું હું એની પાસે નહીં જાઉં.
ગૌતમ-એ તે આપણા ધર્માચાર્ય છે.
કિસાન–જે આ જ તમારા ગુરુ છે તે તમે જ રાખે મને નહીં જોઈએ. હવે મારો તમારી સાથે કોઈ સંબંધ નથી. ૧° એમ કહીને તે ભયભીત થઈને પાછળથી ખસી ગયા. ગૌતમે જ્યારે નવશિષ્યને ભગવાનની સમક્ષ ઉપસ્થિત કરવાની ભાવનાથી પાછળ જોયું તે તે જંગલ તરફ પાછલા પગે દોડી રહ્યો હતો. જેમ કે હરણ બંધન તેડીને દેડી ન રહ્યું હોય! આશ્ચર્યચકિત ગૌતમે ભગવાનને પૂછયું ભન્ત! આ અધ કિસાનના મનમાં મને જોઈને સ્નેહ અને પ્રીતિ જાગી હતી પણ આપ જેવા કરુણાસાગર અને અભયના દેવતાને જોઈને ભયભીત કેમ થઈ ગયે? આપનાં દર્શનથી હિંસક હદય પણ અહિંસક થઈ જાય છે. રૌદ્ર હૃદય પણ શાંત થઈ જાય છે. જન્મગત વૈર પણ ભૂલી જાય છે, ત્યારે અહીં આ ભેળ કિસાન १० तेण भणिय-जइ एस धम्म गुरु, ता मम तुमएवी न कज्ज।
-મહાવીર ચરિયું (ગુણચંન્દુ) ૨૯૧
કસાન-
આ
સાથે કોઈ સંબંધ
જ્યારે નવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org