________________
સિધુ-સૌવીરને ઐતિહાસિક પ્રવાસ
૫૬૫
દીક્ષા આપે છે. બન્ને પર પરા અનુસાર મુનિ ઉદાયન પેાતાની રાજધાનીમાં જાય છે. ત્યાં દુષ્ટ આમાત્ય રાજાને ભ્રમિત કરી દે છે અને તે એમનો વધ કરી નાંખે છે. દીક્ષિત થવાની પૂર્વે જૈન પરપરાની દૃષ્ટિએ રાજા ઉદૃાયન ભાણેજ કેશીને રાજ્ય આપે છે અને બૌદ્ધદષ્ટિ પ્રમાણે રાજ્ય પોતાના પુત્ર શિખડીને આપે છે. બન્ને પરંપરાની દૃષ્ટિએ તેએ અત બનીને નિર્વાણ પ્રાપ્ત કરે છે અને દૈવી પ્રકાપથી નગર માટીમાં મળી જાય છે.૨
ઉદાયનની કથા જૈન આગમ ભગવતીમાં વિસ્તારથી મળે છે, ઉત્તરાધ્યયન એનો સંક્ષેપમાં ઉલ્લેખ કરે છે, ચૂર્ણિ૩ અને અન્ય ટીકામાં પણ એનું નિરૂપણ થયેલું છે. ભગવતી૪ અનુસાર ઉદાયનના પુત્ર અલીચિકુમાર નિગ્રંથ ધર્મનો ઉપાસક હતા. પિતા દ્વારા રાજ્ય ન મળવાને કારણે પિતા પ્રતિ એના મનમાં વિદ્રોહની ભાવના જાગૃત રહી અને તે અસુર ચેાનિમાં ઉત્પન્ન થયેા.
ૌદ્ધ સાહિત્યમાં એ કથાનક પછીથી આવ્યું છે કેમકે રુદ્રાયણાદાન' પ્રકરણ પાલિસાહિત્યમાં નથી અને હીનયાન પરંપરાના અન્ય કથા સાહિત્યમાં પણ નથી. અવદાનકલ્પલતા અને દિવ્યાવાન એ બન્ને મહાયાન પરંપરાના ગ્રંથ છે. સંસ્કૃતમાં છે અને ઉત્તરકાલીન છે.૨૫ એક જ વ્યક્તિ અને પરંપરામાં દીક્ષા લઈ મેાક્ષ પ્રાપ્ત કરે એ કેવી રીતે સંભવિત થાય ? સંભવ એવા છે કે આ કથાનક જૈન સાહિત્યમાંથી બૌદ્ધ-સાહિત્યમાં ગયું હાય કેમકે રાજા મિંબિસાર અને ૨૦ બૌદ્ધ સાહિત્ય, દિવ્યાવદાન, રુદ્રાયાવદાન ૩૭
૨૧
ભગવતી શતક ૧૩, ઉર્દૂ. ૬
२२ सोवीररायवसमा चइत्ताण मुणी चरे ।
उदायो पव्वइओ, पत्तो इमगुत्तरं ॥ આવશ્યક ચૂર્ણ પૂર્વાધ'
૨૩
૨૪ ભગવતી શ્વેતક ૧૩. ઉર્દૂ. ૬
૨૫ દિવ્યાવદાન, સ ંપાદક પી, એલ. વૈદ્ય, પ્રસ્તાવના
Jain Education International
For Private & Personal Use Only
-ઉત્તરા. ૧૮/૪૮
www.jainelibrary.org