________________
વારાણસી અને એના પરિપાર્વમાં
૫૬૭
મારીને આ કડાઈમાં ગરમ કરીશ અને એના લેહી અને માંસથી તારા શરીરનું સિંચન કરીશ. અનેકવાર ધમકી આપવા છતાં પણ ચુલની પિતા વિચલિત થયે નહીં. ત્રણે દીકરાએાનું એણે જે પ્રમાણે કહ્યું હતું તે પ્રમાણે જ કર્યું. ચોથીવાર એણે કહ્યું–જે હજી પણ તું વ્રતભંગ નહીં કરશે તે તારી માતા ભદ્રાને તારી સામે લાવીને એના ટુકડા કરી નાંખીશ, એના ઊકળતા રક્ત-માંસમાંથી તારું શરીર સિંચીશ. ત્રીજીવાર એના કહેવા પર ચુલની પિતાએ વિચાર્યું–આ પુરુષ અનાર્ય છે. એણે મારી સામે જ ત્રણ પુત્રોને મારી નાંખ્યા અને હવે મારી માતાનો વધ કરવા ઈચ્છે છે. તે ઊઠયો. અને દેવને પકડવા લાગે. દેવતા અન્તર્ધાન થઈ ગયા ચુલની પિતાના હાથમાં એક થાંભલો આવ્યું અને તે એને પકડીને જોરજોરથી ચીસ પાડવા લાગ્યો.
પુત્રની ચીસ સાંભળી માતા આવી અને ચીસ પાડવાનું કારણ પૂછયું. એણે આખી વાત માતાને જણાવી. માતાએ કહ્યું-પુત્ર કેઈએ પણ તારા પુત્રને વધ કર્યો નથી એ તે ઉપસર્ગ છે. કષાયને કારણે તું એને મારવા તૈયાર થયે. આ પ્રવૃત્તિથી સ્થૂલપ્રાણાતિપાત-વિરમણવ્રત અને પૌષધશ્રતને ભંગ થયે છે કેમકે પૌષધમાં તે સાપરાધ અને નિરપરાધ બન્નેને મારવાનો ત્યાગ કરવાનો હોય છે. એટલે તું આલેચના પ્રતિક્રમણ કરી પ્રાયશ્ચિત લઈ તારી શુદ્ધિ કર.
ચુલની પિતાએ માતાની વાત સ્વીકારી એણે અગિયાર પ્રતિમાએનું પાલન કર્યું અને અન્તમાં સૌધર્મ ક૯પમાં દેવ થયો.
તું એને મારો વધ કર્યો અને જણાવી. માતા
સુરાદેવનું શ્રાવક વ્રત ભગવાન મહાવીરની એ પરિષદમાં (કે જેમાં ચુલની પિતા આ બે હત) વારાણસીના પ્રસિદ્ધ ધનિક સુરાદેવ પણ પિતાની પત્ની ધન્યાની સાથે ઉપસ્થિત થયે હતો. એની પાસે અઢાર કરોડ સોનામહોરો
૨ ઉપાસક દશાંગ અ. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org