________________
રાજગૃહમાં ધર્મજાગૃતિ
પ૨૧ દિગંબર માન્યતા અનુસાર ભગવાન મહાવીરની પ્રથમ દેશના રાજગૃહના વિપુલાચલ પર્વત પર શ્રાવણ વદ એકમે થઈ હતી. મગધરાજ શ્રેણિક સપરિવાર ઉપસ્થિત થયા તે ઉપાસક સંઘના અગ્રણી હતા અને મહારાણી ચેલના ઉપાસિકા સંઘની અગ્રણી હતી. પંડિત મુનિશ્રી કલ્યાણવિજયજી અને પંડિત મુનિશ્રી ઈન્દ્રવિજયજીના અભિમતાનુસાર આ વર્ષમાં શ્રેણિકના પુત્ર મેઘકુમાર તેમ જ નંદિષેણે દીક્ષા ગ્રહણ કરી હતી. જ્ઞાતૃધર્મકથા, આવશ્યક ચૂર્ણિ આદિ અનેક ગ્રંથોમાં એમની દીક્ષાનું સવિસ્તૃત વર્ણન છે પણ એમણે દીક્ષા
ક્યારે લીધી એને સ્પષ્ટ ઉલ્લેખ મળતું નથી. એમની દીક્ષાને પ્રસંગ આ પ્રમાણે છે–
મેઘ કુમાર મેઘકુમાર રાજા શ્રેણિકના પુત્ર હતા. આઠ કન્યા સાથે એમનાં લગ્ન થયાં હતાં. ભગવાન મહાવીરનું ત્યાગ-વૈરાગ્યથી ઓત-પ્રેત પ્રવચન સાંભળીને મેઘકુમારના આંતરમાનસમાં સંયમ ગ્રહણ કરવાની ભાવના જાગૃત થઈ. એમણે પિતા શ્રેણિક અને માતા ધારીને પ્રાર્થના કરી કે–આપે લાંબા સમય સુધી મારું લાલન-પાલન કર્યું છે. મારા કારણે આપને ઘણે શ્રમ પડ્યો છે. પરંતુ હું સંસારના જન્મ–જરાના દુઃખથી ત્રાસી-કંટાળી ગયે , મારી ઈચ્છા ભગવાન મહાવીરનાં ચરણોમાં સંયમ ધર્મ સ્વીકારવાની છે.
માતા-પિતાએ સંયમ–જીવનની દુષ્કરતા અંગે વિવિધ દષ્ટિએ સમજાવ્યા. પરંતુ તેઓ તે પિતાના વિચારોમાં દઢ રહ્યા. એમણે
૩. ભારતીય ઇતિહાસઃ એક દષ્ટિ: ડો. જાતિપ્રસાદ જૈન, ભારતીય જ્ઞાન
પીઠ, બનારસ પૂ. ૬૫ ' ૪. શ્રમણ ભગવાન મહાવીર પૃ. ૭૮ ૫. તીર્થંકર મહાવીર ભાગ ૨, પૃ. ૧૨. ૬. જ્ઞાતાધર્મકથા ૧, ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org