________________
વત્સદેશમાં વિહાર
પ૩૯
જયંતી–જીની દુર્બળતા સારી કે સબલતા સારી ગણાય?
મહાવીર–કેટલાય જેની સબલતા સારી છે, અને કેટલાયની દુર્બળતા સારી છે.
જયંતી–ભક્ત ! એ કેવી રીતે?
મહાવીર–જે જીવ અધાર્મિક છે અને અધર્મથી જ આજીવિકા મેળવે છે, એની દુર્બળતા સારી છે કેમકે એની એ દુર્બલતા અન્ય પ્રાણીઓ માટે દુઃખનું નિમિત્ત બનતી નથી, જે જીવ ધાર્મિક છે એનું સબળ થવું સારું છે.
જયંતી-ક્ષમાશ્રમણ ! જીનું દક્ષ હોવું સારું છે કે આળસુ હોવું સારું છે ?
મહાવીર-કેટલાય જીવોનું ઉદ્યમી થવું તે સારું છે. અને કેટલાય નું આળસુ હોવું સારું છે. જયંતી–ક્ષમાશ્રમણ ! એ કેવી રીતે?
મહાવીર–જે જીવ અધાર્મિક છે અને અધર્માનુસાર જ વિચરણ કરે છે એનું આળસુ હોવું જ સારું છે જે જીવ ધર્માચરણ કરે છે એનું ઉદ્યમી હોવું સારું છે. કેમકે ધર્મપરાયણ જીવ સાવધાન જ હોય છે. અને તે આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, તપસ્વી, શિક્ષ, ગણ, સિંઘ અને સાધાર્મિકની વૈયાવૃત્ય કરે છે.
જયંતી–ોત્રેન્દ્રિયને વશીભૂત જીવ કઈ જાતનું કર્મ બાંધે છે?
મહાવીર–કેવલ શ્રોત્રેનિદ્રયને જ નહીં પરંતુ પાંચેય ઈન્દ્રિયને વશીભૂત થઈને જીવ સંસારમાં ભ્રમણ કરે છે.
શ્રમણે પાસિકા જયંતી મહાવીર પાસેથી પોતાના પ્રશ્નનું સમાધાન મેળવી ખૂબ હર્ષ પામે છે. જીવાજીવની વિભક્તિને જાણીને એણે મહાવીરના ચરણમાં પ્રવૃથા ગ્રહણ કરી. ૪. ભગવતી સૂત્ર . ૧૩ ઉદે. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org