________________
૫૪૦
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
સુમને ભદ્ર અને સુપ્રતિષ્ઠની દીક્ષા કૌશાંબીથી વિહાર કરી ભગવાન શ્રાવસ્તી પધાર્યા. આ વખતે સુમને ભદ્ર અને સુપ્રતિષ્ઠિત દીક્ષા લીધી. દીર્ઘકાલ સુધી સંયમ પાલન કરી અંત સમયમાં સુમનભદ્ર “રાજગૃહ'ના વિપુલાચલ પર અનશનપૂર્વક મુક્તિ પ્રાપ્ત કરી. સુપ્રતિષ્ઠિત મુનિને પણ સત્તાવીસ વર્ષ સુધી સંયમ પાલન કરી વિપુલગિરિ પર સિદ્ધિ પ્રાપ્ત કરી."
ગૃહપતિ આનંદ ગ્રામાનુગ્રામ વિહાર કરતા ભગવાન વાણિજ્યગ્રામ પધાર્યા. સમવસરણ થયું. રાજા જિનશત્રુ અને હજારોની સંખ્યામાં લેકે દર્શનાર્થે અને ઉપદેશ શ્રવણાર્થે આવ્યા. નગરમાં અદ્દભુત ઊથલપાથલ મચી ગઈ. ગૃહપતિ આનંદ પણ મહાવીરના શુભાગમનને સંવાદ સાંભળે. તે ખૂબ જ પ્રસન્ન થયા. એણે સ્નાન કર્યું. શુદ્ધ વસ્ત્ર પહેર્યો અને આભૂષણથી સજજ થઈને વાણિજ્ય-ગ્રામની મધ્યમાંથી પગપાળા ચાલ્યા. એના છત્ર પર કરંટની માલા બાંધેલી હતી. તે ધતિ પલાશ ચત્યમાં પહોંચે. કે જ્યાં ભગવાન મહાવીર ચેલ્યા હતા. ત્રણ વાર આ દક્ષિણપ્રદક્ષિણાપૂર્વક એણે વંદના કરી, પરિષદની સાથે તે પણ ઉપદેશ સાંભળવામાં લીન થઈ ગયે. ઉપદેશ શ્રવણ કરી જનતા પિતપિતાના સ્થાને ચાલી ગઈ. આનંદ ખૂબ જ પ્રસન્ન થયે. એણે કહ્યું – ભગવદ્ ! હું નિગ્રંથ-પ્રવચનમાં શ્રદ્ધાશીલ છું. નિગ્રંથ-પ્રવચનમાં મારી શ્રદ્ધા અને રુચિ છે. જે આપે કહ્યું તે સત્ય છે. આપની પાસે ઘણા રાજા, યુવરાજ, સેનાપતિ, નગર–રક્ષક, માંડલિક, કૌટુમ્બિક, શ્રેષ્ઠી, સાર્થવાહ મુંડિત થઈને આગર ધર્મથી અનગાર ધર્મને ગ્રહણ
५. अन्तगड अणुक्तरोववाइयदसाओ,
-પૃ. ૩૪ (એન. પી. વૈદ્ય સંપાદિત)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org