________________
ગૃહપતિ આનંદ
૫૪૧ કરે છે. હું શ્રમણ-જીવનની કઠેર ચર્ચાનું પાલન કરવામાં અસમર્થ છું. એટલા માટે ગૃહસ્થ–ધર્મનાં બાર ગ્રતગ્રહણ કરવા ઈચ્છું છું.
મહાવીરે કહ્યું – જેમ સુખ થાય, તેમ કરે, પરંતુ શ્રેયમાં વિલંબ ન કરો.
આનંદનું વ્રતગ્રહણ
- જેમ જ અર ગતરાડ કરવામાં અસમર્થન
આનંદ ગાથાપતિએ બાર વત ગ્રહણ કરતાં જણાવ્યું–ભગવદ્ હું બે કરણ અને ત્રણ વેગથી સ્થૂલ પ્રાણાતિપાત, સ્થૂલ મૃષાવાદ અને સ્થૂલ અદત્તાદાનનું પ્રત્યાખ્યાન કરું છું. શિવાનંદા સિવાય બધી સ્ત્રીઓમાં મારી માતૃ-દષ્ટિ થશે. ઈછા પરિમાણ વ્રતના અંતર્ગત નિધાનમાં ચાર હિરણ્યકેટિ વૃદ્ધિ(વ્યાજ)માં પ્રયોજિત, ચાર હિરણ્યકેટિ અને ધનધાન્ય આદિમાં પ્રવિસ્તારમાં પ્રજિત ચાર હિરણ્યકેટિ સિવાય ધનસંગ્રહનો ત્યાગ કરું છું. ચાર વ્રજથી અધિક રાખીશ નહીં. ક્ષેત્ર-ભૂમિમાં પાંચસે હળથી અધિક નહીં રાખું. પાંચસો ગાડાં પ્રદેશાન્તરમાં જવા અને પાંચ ગાડાં ઘરના કાર્ય માટે, એ પ્રમાણે એક હજારથી અધિક ગાડાં રાખીશ નહીં. ચાર વાહન (જહાજ) પ્રદેશાન્તરમાં જવા માટે અને ચાર વાહન ગૃહકાર્યને માટે, આ પ્રમાણે આઠથી વધુ વાહન નહીં રાખું. સ્નાન કર્યા પછી શરીર લૂછવાને માટે સુગંધ–કાષાયિત વસ્ત્રને ત્યાગ કરું છું. મધુષ્ટિ સિવાય દાતણનો ત્યાગ કરું છું. ક્ષીરામલક સિવાય બધાં ફળનો ત્યાગ કરું છું. શત પાક અને સહસ્ત્રપાક તેલ સિવાયની બાકીની અમ્પંગ વિધિનું પ્રત્યાખ્યાન કરું છું. સુગંધિ–ગંધ સિવાય અન્ય ઉદ્વર્તન (ઉબટન) વિધિનો ત્યાગ કરું છું. આઠ ઔષ્ટ્રિક(ઘડા)થી વધુ પાણીથી સ્નાન કરવાનું પ્રત્યાખ્યાન કરું છું. એક ભૌમ યુગલ સિવાય બાકીનાં બધાં વસ્ત્રાનું પ્રત્યાખ્યાન કરું છું. અગર, કુંકુમ, ચંદન આદિ સિવાયની બીજી વિલેપન વિધિનું પ્રત્યાખ્યાન કરું છું. એક શુદ્ધ પત્ર અને માલતીની માળા સિવાયની બાકીની પુષ્પવિધિનું પ્રત્યાખ્યાન કરું છું. એક કાણેક (કાનનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org