________________
૫૪૪
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
પૂર્વક શરીર ત્યાગીને સૌધર્મકપમાં અરુણાભ વિમાનમાં ચાર પેપમની સ્થિતિમાં ઉત્પન્ન થશે. ભગવાને પોતાને પંદરમે વર્ષાકાલ વાણિજ્યગામમાં વ્યતીત કર્યો. પુનઃ રાજગૃહમાં
કાળ અંગે પ્રશન વાણિજ્યગાંવને વર્ષાકાલ પૂરો કર્યા પછી ભગવાને મગધદેશ તરફ વિહાર કર્યો. ગ્રામાનુગ્રામ થઈને રાજગૃહના ગુણશિલક ચિત્યમાં પધાર્યા. બધા ધર્મોપદેશ સાંભળવા આવી પહોંચ્યા.
આ વખતે ઇન્દ્રભૂતિ ગૌતમે કાળ અંગે પૃચ્છા પ્રસ્તુત કરી –“ભગવાન ! એક મુહુર્તમાં કેટલા ઉવાસ થાય છે?
મહાવીર-અસંખ્યાત સમયને સમુદાય એક આવલિકા છે. સંખ્યાત આવલિકાઓને ઉશ્વાસ અને વિશ્વાસ થાય છે. સ્વસ્થ વ્યકિતના શ્વાસોચ્છવાસ “પ્રાણ” કહેવાય છે. સાત પ્રાણને એક સ્તંક બને છે. સાત સ્તોકને એક “લવ થાય છે અને ૭૭ લવનું એક મુહૂર્ત બને છે. આ રીતે એક મુહુર્તના ૩૭૭૩ શ્વાસે છવાસ થાય છે.
ત્રીસ મુહૂર્તોને એક અહોરાત્ર થાય છે. પંદર અહોરાત્ર એક પક્ષ બને છે. બે પક્ષોને એક માસ બને છે. બે માસની એક ઋતુ બને છે. ત્રણ ત્રતુનું એક અયન થાય છે. બે અયનને એક સંવત્સર (વર્ષ) થાય છે. પાંચ સંવત્સરને એક યુગ થાય છે. વીસ યુગનાં સે વર્ષ થાય છે. દસ સે વર્ષનાં એક હજાર વર્ષ થાય છે. સે હજાર વર્ષનાં એક લાખ વર્ષ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org