________________
વિદેહ પ્રતિ પ્રયાણ
૫૩૧
થઈ હેવાથી તે ઊઠયા નહીં. પ્રતીક્ષા કરી કરીને વેશ્યા વ્યગ્ર થઈ ગઈ. એણે જાતે આવીને કહ્યું: “ભજન ઠંડું થઈ રહ્યું છે. તમે આટલું મડું કેમ કરી રહ્યા છો ?’ નંદિષેણે કહ્યું: “દસમી વ્યક્તિને સમજાવ્યા વગર હું ભેજન કેવી રીતે કરી શકું ?” ખીજાઈને વેશ્યાના મુખમાંથી સહસા એ શબ્દ નીકળી પડ્યા–“એવી વાત છે તે તમે જાતે જ દસમી વ્યક્તિ કેમ બની જતા નથી.” નંદિષેણને વેશ્યાની વાત અસર કરી ગઈ “લે, આ હું ચા વેશ્યા જોતી જ રહી ગઈ. મહાવીર પાસે આવીને ફરીથી દીક્ષા ગ્રહણ કરી કૃત–
દેની આલેચના કરી, ઉગ્ર તપ-જપની સાધના કરી, તેઓ આયુષ્ય પૂર્ણ કરી દેવ બન્યા.
ભગવાન મહાવીરે પોતાના તેરમે વર્ષાવાસ રાજગૃહમાં વ્યતીત કર્યો અને અનેક જીવોને પ્રતિબંધ આપીને ધર્મપથ પર અગ્રેસર કર્યા.
વિદેહ પ્રતિ પ્રયાણ
તેરમે વકાલ પૂર્ણ થયે એટલે ભગવાને પિતાની શિષ્ય મંડલી સહિત રાજગૃહથી વિદેહ પ્રતિ વિહાર કર્યો. અનેક ગામ અને નગરમાં ધર્મની દિવ્ય જ્યોતિ જગાવતા તેઓ બ્રાહ્મણકુંડ ગામમાં આવી પહોંચ્યા અને બહુસાલ ચૈત્યમાં બિરાજ્યા. બહુસાલ ચૈત્ય બ્રાહ્મણકુંડ અને ક્ષત્રિયકુંડની વચ્ચે આવેલું હતું. ભગવાનના બહુસાલ ચૈત્યમાં પધારવાના સમાચાર પવનવેગે બને કુડપુરેમાં પહોંચી ગયા. હજારો ભાવુક-ભક્ત ભગવાનનું પ્રવચન સાંભળવા માટે ઉપસ્થિત
થયા.
ભગવાનનું તાત્ત્વિક અને માર્મિક પ્રવચન સાંભળી શ્રેતાઓએ શ્રમણધર્મ સ્વીકાર્યો. ઘણએ ગૃહસ્થ ધર્મનો નિયમ ગ્રહણ કર્યો અને ઘણું નિગ્રન્થ-પ્રવચન પર શ્રદ્ધાળુ બન્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org