________________
૫૨૦
ભગવાન મહાવીર એક અનુશીલના
સંઘમાં ગણધર જેવું જ ગૌરવ અને જવાબદારી હતી. ૨૫ પરંતુ સંઘવ્યવસ્થાની દૃષ્ટિથી જે વાત નિન્ય પરંપરામાં આવી હતી, ગણધર, ગણાવચ્છેદક આદિ પદેની વ્યવસ્થા કરવામાં આવી હતી, તે એ યુગમાં પણ એક પૂર્ણ પ્રજાતંત્રીય ધર્મસંઘનું સુંદર ઉદાહરણ પૂરું પાડે છે.
રાજગૃહમાં ધર્મજાગૃતિ ભગવાન મધ્યમ પાવાથી ક્રમશઃ વિહાર કરીને પિતાના ધર્મસંઘની સાથે મગધની રાજધાની રાજગૃહ નગરમાં પધાર્યા. રાજગૃહ નગરનું સાંસ્કૃતિક, રાજનૈતિક, ધાર્મિક મહત્વ અનેખું અને અપૂર્વ રહ્યું હતું, જેને વિસ્તારપૂર્વક પરિચય પરિશિષ્ટ વિભાગમાં આપવામાં આવે છે. ભગવાન પાર્શ્વનાથની પરંપરાના ઘણા બધા શ્રદ્ધાળુ શ્રાવકે ત્યાં રહેતા હતા, ભગવાન ગુણશિલક ઉદ્યાનમાં વિરાજ્યા હતા, જેને હાલમાં ગુણાવા” કહે છે. ભગવાનના આગમનને શુભ સંદેશે પ્રાપ્ત થતાં જ સમ્રાટ શ્રેણિક સપરિજન વંદન કરવા આવી પહોંચે છે. મહાવીર ચરિય, ત્રિષષ્ટિ શલાકાપુરુષચરિત્ર આદિ અનુસાર ભગવાનનું પ્રવચન સાંભળી શ્રેણિકે સમ્યકત્વરન પ્રાપ્ત કર્યું અને અભયકુમાર આદિએ શ્રાવક ત ગ્રહણ કર્યું. શ્રેણિકે નિગ્રંથ ધર્મને સ્વીકાર કરવાની વાત અનાથી મુનિના પ્રસંગમાં પણ આવે છે. શક્ય છે એને વિધિયુક્ત પ્રસંગ અત્રે જ બન્યું હોય. १, रायगिहस्स नयरस्स बहिया उत्तरपुरच्छिमे दिसियाले गुणसिलो नाम चेइसे હૃથા !
– ભગવતી ૧, ૧, ૪ ૨. (ક) મહાવીર ચરિયું –નેમિચન્દ્ર ૧૨૯૪ (५) श्रुत्वा तां देशना भर्तुः सम्यकत्वं श्रेणिकोऽश्रयत् । श्रावकधर्म त्वभयकुमाराद्या प्रपेदिरे ॥
-ત્રિષષ્ટિ. ૧૦, ૬, ૩૭૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org