________________
રાજપમાં ધર્મજાગૃતિ પિતાની સાથે લઈ જાય છે. માર્ગમાં એક વાંદરી જોવા મળે છે. જેનાં કાન, નાક અને પૂંછડી કપાયેલી હતી. જેના વાળ પણ બની ગયા હતા. જેની ખાલ ફાટી ગઈ હતી. જેની ફક્ત ચામડી જ બાકી રહી હતી અને એમાંથી રક્ત વહી રહ્યું હતું. બુદ્ધે એને પૂછ્યું શું તારી પત્ની, આ વાંદરીથી અધિક સુંદર છે? એણે કહ્યું-હા ભગવાન! તે ખૂબ સુંદર છે.
તે પછી બુદ્ધ એને ત્રાયસિંશ સ્વર્ગમાં લઈ ગયા. ઈન્દ્ર અપ્સરાએ સહિત બુદ્ધને નમન કર્યું. અપ્સરાઓ તરફ સંકેત કરી બુદ્ધ પૂછયું શું આ અપ્સરાઓથી પણ જનપદકલ્યાણ નન્દા અધિક સુંદર છે.
નહીં ભગવંત! આ અપ્સરાઓના દિવ્યરૂપની સામે તે જનપદકલ્યાણ-નંદા પેલી લૂલી વાંદરી જેવી લાગે છે.
તથાગતે કહ્યું–નંદ ! તે પછી તું શા માટે વિક્ષિપ્ત થઈ રહ્યો છે? ભિક્ષુ-ધર્મનું પાલન કર. તને પણ આવી જ સુંદર અપ્સરાઓ મળશે. નંદ ફરીથી શ્રમણધર્મમાં આરુઢ થયે. પરંતુ એનું વૈષયિક લક્ષ્ય દૂર થયું નહીં. જ્યારે સારિપુત્ર વગેરે એંસી મહાશ્રાવક ( ભિક્ષુઓ) એ એને ઉપહાસ કર્યો કે તે તે અપ્સરાઓ માટે ભિક્ષુધર્મનું પાલન કરે છે. ત્યારે આ પ્રમાણેનું સાંભળીને તે લજજા પામ્ય અને વિષયમુક્ત થઈને સાધના કરવા લાગ્યું અને અહંત બન્યું.
સમીક્ષા મેઘકુમાર અને નંદનું સાધના પથ પરથી વિચલિત થવાનું નિમિત્ત
(ક) સુત્તનિપાત-અદ્દકથા પુ. ૨૭૨ (ખ) ધમ્મપદ- અઠ્ઠકથા, ખંડ ૧, પૃ. ૯૬–૧૦૫ (ગ) જાતક સં. ૧૮૨ (ધ) થેરગાથા ૧૫૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org