________________
પ૨૮
ભગવાન મહાવીર એક અનુશીલન સર્વથા ભિન્ન છે. પણ ઘટનાક્રમ બન્નેમાં સારા પ્રમાણમાં સમાન છે. ભગવાન મહાવીર મેઘકુમારને પૂર્વભવની વેદના અને માનવ જીવનનું મહત્વ બતાવીને એને સંયમમાં સ્થિર કરે છે. તથા તથાગત બુદ્ધ નંદને આગામી ભવનું સુખ બતાવીને સંયમમાં સ્થિર કરે છે. જાતકસાહિત્યમાં વર્ણન છે કે નંદ પણ પ્રાપ્તન ભવોમાં હાથી હતે.•
નન્દિષેણુ નંદિષેણ પણ સમ્રાટ શ્રેણિકને પુત્ર હતું. ભગવાન મહાવીરને ઉપદેશ સાંભળીને એના મનમાં વૈરાગ્યની ભાવના જાગી. એને આ પવિત્ર સંકલ્પ સર્વત્ર આવકાર પામ્યું. સમ્રાટ શ્રેણિકે પણ સહર્ષ અનુમતિ આપી. પરંતુ તે વખતે એકાએક આકાશવાણી થઈ નંદિષેણ ! તારા નિર્ણય અંગે ફરી વિચાર કરી જે! હજી સુધી તારાં ભેગાવલી કર્મ બાકી છે, અને તે નિકાચિત છે. તે તારે ભેગવવાં પડશે. તારે સંક૯૫ શ્રેષ્ઠ છે પણ યાદ રાખ કે તું એ ભાગ્ય કર્મની કદી પણ ઉપેક્ષા કરી શકીશ નહીં.”
નંદિપેણ ભાવનાના પ્રવાહમાં વહી રહ્યો હતે. દેવવાણી સાંભળીને તે મનમાં જ હસ્યો. એણે પડકાર કર્યો, મને કેણ રોકી શકે છે! જે મારી ભાવના દઢ છે તે કેઈનામાં સાહસ નથી કે મને વિચલિત કરી શકે. ભલેને ગમે તેટલે ગાઢ અંધકાર હોય, તે શું ઝગમગતી જ્યતિ સામે ટકી શકે છે? હું સાધુ બનતાંની સાથે જ ઘોર તપશ્ચર્યા કરીશ. જોઈશ ક્યાં કર્મો કેટલા દિવસ રહે છે! ભવિષ્ય વર્તમાન પર આધારિત છે. હું સાવધાનીની સાથે મારા જીવનની અણમોલ ઘડીઓને તપશ્ચર્યા સાથે સાથે સ્વાધ્યાય, ધ્યાન અને કાર્યોત્સર્ગમાં નિયજિત કરીશ. પછી કોઈપણ અનિષ્ટની શંકા જ રહી શકે નહીં ! ૧૦. સંગમાવતાર જાતક સં. ૧૮૨ (હિન્દી અનુવાદ) ખંડ ૨ પૃ. ૨૪૮-૨૫૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org