________________
પ૦૨
ભગવાન મહાવીર ઃ એક અનુશીનલ
કરતાં કહ્યું–તારા મનમાં એ સંદેહ છે કે દેવ છે કે નહીં? હું તારા સંદેહનું નિવારણ કરીશ.
મૌર્યપુત્ર! તું એમ વિચારે છે કે નારકીય જીવ તે પરતંત્રતાની બેડીઓમાં જકડાયેલ છે અને તેને અત્યંત દુઃખ છે. એટલે આપણી સમક્ષ આવવા માટે અસમર્થ છે. પરંતુ દેવ તે સર્વત્ર-સ્વતંત્ર વિહારી છે. અને એમનો પ્રભાવ પણ અદભુત છે, તે પણ તેઓ દેખાતા નથી, એટલે એમના અસ્તિત્વ અંગે તને સંદેહ છે.
આ સંદેહનું નિવારણ પણ કરી શકાય છે. ઓછામાં ઓછા સૂર્ય, ચંદ્ર, વગેરે તિષ્ક દેવ તે તું પ્રત્યક્ષ જોઈ શકે છે એટલે એમ નહીં કહી શકાય કે દેવ કદી પણ દષ્ટિગોચર થયા નથી. એ સિવાય લેકમાં દેવ દ્વારા કરાયેલ અનુગ્રહ અને પીડા એ બને જોઈ શકાય છે. એના આધારે પણ દેવનું અસ્તિત્વ માનવું જોઈએ.
ચંદ્ર અને સૂર્ય આદિ તે શૂન્યનગર જેવાં છે. એમાં રહેનાર કઈ પણ નથી એટલે એમ કેમ કહી શકાય કે ચંદ્ર અને સૂર્યનું પ્રત્યક્ષ થવાથી દેવે પણ પ્રત્યક્ષ થઈ ગયા? આ સંદેહનું નિવારણ કરતાં મહાવીરે જણાવ્યું કે–ચંદ્ર અને સૂર્યને આલય-રહેઠાણ સ્થાન માનવાથી એમાં કઈને કઈ રહેનારા માનવા પડે. નહીં તે એને આલય કહી શકાય નહીં.
એમ શંકા કરી શકાય કે જેને આલય કહેવામાં આવ્યું છે તે વસ્તુતઃ આલય છે કે નહીં? જ્યાં સુધી એને નિર્ણય ન થાય
ત્યાં સુધી એમ ન કહી શકીએ કે તે નિવાસસ્થાન જ છે. એમાં રહેનારા કઈને કઈ હોવા તે જોઈએ. એમ બની શકે તે રત્નના ગેળા જ હોય? એનું સમાધાન કરતા કહેવામાં આવ્યું કે–તે દેના વિમાન જ છે કેમકે તે વિદ્યાધરના વિમાની જેમ રતનનિર્મિત છે અને આકાશમાં ચાલે છે. ૪. વિશેષા. ભાષ્ય ૧૮૬૪ થી ૭૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org