________________
૫૦ :
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
2. જીવ અને કર્મને અનાદિ સંબંધ પણ તર્કસંગત નથી કેમકે એવું માનવાથી જીવની મુક્તિ કદી પણ થઈ શકે નહીં. જે વસ્તુ અનાદિ છે, તે અનંત પણ છે. જેને જીવ અને આકાશ સંબંધ. જીવ અને કર્મ સંબંધને જે અનાદિ માનીએ તે અનંત પણ માનવે પડે. એવી સ્થિતિમાં જીવ કદી પણ મુક્ત થઈ શકે નહીં. ૮
આ ઉપર્યુક્ત બધા તર્કોનું સમાધાન કરતાં ભગવાન મહાવીરે કહ્યું શરીર અને કર્મની સંતતિ અનાદિ છે કેમકે તે બંને વચ્ચે કાર્ય–કારણ ભાવ છે, જે કે બીજ અને અકુર વચ્ચે છે. જેવી રીતે બીજમાંથી અંકુર અને અંકુરથી બીજ ઉત્પન્ન થાય છે. અને આ કમ અનાદિ કાલથી ચાલ્યો આવે છે. એટલે બંનેના સંતાન-વિસ્તાર અનાદિ છે એટલે તે જીવ અને કર્મ અંગે જે વિકલ્પ બતાવ્યું તે નિરર્થક છે. જીવ અને કર્મની સંતતિ અનાદિ છે. જીવ કર્મ દ્વારા શરીર પેદા કરે છે, એટલે તે શરીરને કર્તા છે અને શરીર દ્વારા કર્મને ઉત્પન્ન કરે છે. એટલે તે કર્મને પણ કર્તા છે. શરીર કે કર્મની સંતતિ અનાદિ છે. એટલે જીવ અને કર્મની સંતતિને પણ અનાદિ માનવી જોઈએ. એવી રીતે જીવ અને કર્મને બંધ પણ અનાદિ છે. ૯
જે અનાદિ છે તે અનંત પણ હોય છે, તે કથન યુક્તિ-યુક્ત નથી. બીજ અને અંકુરની સંતતિ અનાદિ હોવા છતાં પણ તે સાન્ત હોઈ શકે છે. એવી રીતે અનાદિ કર્મ-સંતતિને પણ અન્ત હોઈ શકે. બીજ અને અંકુરમાંથી કોઈની પણ જે પોતાનું કાર્ય ઉત્પન્ન કર્યા પૂર્વે નાશ થાય તે એની સંતતિને પણ અન્ત આવી જાય છે. પ્રસ્તુત નિયમ મરઘી અને ઇંડાને પણ લાગુ પડે છે. અને માટીને સંગ અનાદિસંતતિ ગત છે તે પણ ઉપાય-વિશેષથી એ સંબંધ પણ નષ્ટ થઈ જાય છે. એવી રીતે જીવ અને કર્મને અનાદિ સંગ પણ ૬૮. વિશેષા. ભાષ્ય ૧૮૧૧ ૬૯. વિશેષા. ભાષ્ય ૧૮૧૩-૧૮૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org