________________
ગણધરો સાથે દાર્શનિક ચર્ચાઓ
૫૦૧
સમ્યફદર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યકૂચરિત્ર દ્વારા નષ્ટ થઈ શકે છે.” ભગવાને તે પછી મેક્ષ અંગે પ્રકાશ પાડતાં ભવ્ય અને અભવ્યના સ્વરૂપની ચર્ચા કરી.૭૧
જીવ અને કર્મના સંગને ઉપાય વડે નષ્ટ કરી શકીએ છીએ. જે ઉપાયજન્ય હેય તે કૃતક હોય છે અને જે કૃતક હોય છે તે અનિત્ય હોય છે. જેમકે ઘડે. એટલે મેક્ષ પણ ઘડા વગેરેની જેમ કૃતક હોવાથી અનિત્ય હવે જોઈએ. આ શંકાનું સમાધાન કરતાં ભગવાને જણાવ્યું કે–આ નિયમ વ્યભિચારી છે-જે કૃતક છે તે અનિત્ય જ છે. ઘટાદિને પ્રäસાભાવ કૃતક હોવા છતાં પણ નિત્ય છે. જે પ્રāસાભાવને અનિત્ય માનીએ તે પ્રર્વાસાભાવનો અભાવ થવાને લીધે વિનષ્ટ ઘટ આદિ પદાર્થ પુનઃ ઉત્પન્ન થઈ જવા જોઈએ. પણ આમ બનતું નથી એટલે પ્રäસાભાવ ને કૃતક હોવા છતાં નિત્ય માનવે પડે છે. એ પ્રમાણે કૃતક હોવા છતાં મેક્ષ નિત્ય છે.
એના પછી ભગવાને સિદ્ધ-મુક્ત આત્માઓના સ્વરૂપની ચર્ચા કરી અને કાકાશ આદિ સમજાવ્યા.
આ પ્રમાણે ભગવાન મહાવીરે મંડિકના સંશયનું નિવારણ કર્યું ત્યારે એમણે પોતાના સાડા ત્રણ શિષ્ય સહિત ભગવાનના ચરમાં દીક્ષા ગ્રહણ કરી.૩
મૌર્યપુત્રનું સંશય-નિવારણ
(દેવેનું અસ્તિત્વ) મંડિક દીક્ષિત થયાના સમાચાર સાંભળી મૌર્યપુત્ર પણ પિતાના શિષ્ય સાથે ભગવાનની પાસે ગયા. ભગવાને મૌર્યપુત્રને સંબંધિત ૭૦. વિશેષા. ભાષ્ય ૧૮૧૨–૧૮૧૯ ૭૧. વિશેષા. ભાષ્ય ૧૮૨૧-૧૮૩૬ ૭૨. વિશેષા. ભાષ્ય ૧૮૩૭
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org