________________
ગણરા સાથે દાશનિક ચર્ચાએ
૫૧૧
,,
"
દુઃખમય હાય છે. એનાથી ઊલટું અનુમાન પણ કોઈ ઉપસ્થિત કરી શકે “પાપનું લ પણ વસ્તુત: સુખરૂપ જ છે કેમકે તે કર્મજન્ય છે. જે કર્મજન્ય હોય છે તે પુણ્યક્ષની જેમ સુખરૂપ જ હોય છે. પાપનું ફૂલ પણ કર્મજન્ય છે એટલા માટે સુખરૂપ જ હાવું નેઈ એ. બીજી વાત એ છે કે પુણ્યલનું સંવેદન અનુકૂલ પ્રતીત થવાને કારણે સુખરૂપ છે. એવી સ્થિતિમાં પુયલને દુઃખરૂપ કહેવું પ્રત્યક્ષ વિરુદ્ધ છે! ” આ સંશયનું સમાધાન કરતાં ભગવાને કહ્યું જેને પ્રત્યક્ષ -સુખ કહેવામાં આવે છે, તે સુખ નથી પરંતુ દુઃખ જ છે. સંસાર જેને સુખ માને છે તે વ્યાધિના પ્રતિકારની જેમ દુઃખરૂપ છે. એટલે વસ્તુને પુણ્યના લને પણ દુઃખ જ માનવું જોઈ એ. આ પાપને માટે અનુમાન આ પ્રમાણે આપી શકાય. વિષયજન્ય સુખ દુઃખ જ છે કેમકે તે પણ દુઃખના પ્રતિકારના રૂપમાં જ છે. જે દુઃખના પ્રતિકાર રૂપમાં હોય છે તે કુષ્ટાદિ રોગના નિવારણને માટે કવાથપાન દવાદારૂ પીવાનું આદિ ચિકિત્સા જેમ દુઃખરૂપ હોય છે. એવું હોવા છતાં ઉપચારને સુખ માનવામાં આવે છે. પારમાર્થિક સુખના અભાવમાં ઔપચારિક સુખ સંભવિત નથી. એટલે મુક્ત જીવના સુખને પારમાર્થિક માનવું જોઈ એ. આ સુખ પૂરૂપથી દુઃખથી દુઃખના ક્ષય થવાથી થાય છે. જેમાં આદ્ય વસ્તુને સંસર્ગ કંચિત પણ અપેક્ષિત નથી. એટલે મુક્તાવસ્થાનું સુખ વિશુદ્ધ અને મુખ્ય સુખ છે.
આ પ્રમાણે ભગવાન મહાવીરે પ્રભાસના સંશય પણ નષ્ટ કરી દીધો ત્યારે એમણે પણ ત્રણસેા શિષ્યા સાથે દીક્ષા ગ્રહણ કરી.૮૭
આ અગિયાર વિદ્વાન દીક્ષિત થઈ ભગવાન મહાવીરના ધર્મ સંઘના ગણધર બન્યા. એમની સાથે જે જે શિખ્યા હતા તેઓ પણ એમના સાનિધ્યમાં રહ્યા તથા એમના નવ ગણુ બન્યા. ગણાના વિસ્તૃત પરિચય ગધરાના પરિશિષ્ટ ૩ માં આપેલે છે.
૮૭. વિશેષાવશ્યક ભાષ્ય ૨૦૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org