________________
ગણધરો સાથે દાર્શનિક ચર્ચાઓ
૫૦ ૩
સૂર્ય અને ચંદ્ર આદિ વિમાનને માયાવી શા માટે માનવામાં આવે છે? વસ્તુતઃ તે માયાવી નથી. કદાચ થોડા સમય માટે એને માયાવી માની લઈએ તે પણ માયા બનાવનાર દેવ હોવાનું માનવું પડે, કેમકે માયાવી વિના માયા કેવી રીતે સંભવિત થાય? બીજી વાત એ કે માયા તે કેટલાક સમય પછી નષ્ટ થઈ જાય છે, પરંતુ આ વિમાનો તે ત્રણે કાલમાં રહે છે એટલે તે શાશ્વત છે એથી એને માયાવી કેવી રીતે કહી શકાય?
દેના અસ્તિત્વને સિદ્ધ કરવાનું એક કારણ એ પણ આપી શકાય કે જે લોકે પ્રકૃષ્ણ પાપ કરે છે એમને ફલ ભેગવવા માટે નરકેનું અસ્તિત્વ છે એમ તમે માને છે ત્યારે પ્રકૃષ્ટ પુન્ય કરનાર માટે દેવનું પણ અસ્તિત્વ માનવું જોઈએ.૭૫
પ્રશ્ન એ છે કે જે દેવ છે અને પિતાની ઈચ્છા અનુસાર પરિભ્રમણ કરે છે, તે તેઓ મનુષ્ય લોકમાં કેમ આવતા નથી?
આનું સમાધાન આ છે–સામાન્યતઃ દેવ આ લેકમાં એટલા માટે આવતા નથી કેમકે તે સ્વર્ગના દિવ્ય પદાર્થોમાં આસક્ત રહે છે. ત્યાંના વિષય–ભેગમાં જ તેઓ લિપ્ત રહે છે. એમાંથી એમને એ કોઈ અવકાશ મળતું નથી. મનુષ્ય લોકની દુર્ગધ પણ એમને અહીં આવતા રોકે છે. અને એમને અહીં આવવાનું કોઈ વિશેષ પ્રજન પણ નથી. તો પણ તેઓ કોઈ કોઈ વખતે આ લેકમાં આવે છે. તીર્થકરના જન્મ, દીક્ષા, કેવલ પ્રાપ્તિ, નિર્વાણ વગેરે પ્રસંગે પર દેવે આ લેકમાં આવે છે. પૂર્વભવમાં રાગ અને વૈરના કારણે પણ એમનું અહીં આગમન થાય છે.
ભગવાન મહાવીરે મૌર્યપુત્રને દેવ અંગેને સંશય દૂર કર્યો અને એણે પિતાના સાડા ત્રણ શિખ્યા સાથે ભગવાન મહાવીરની પાસે દીક્ષા ગ્રહણ કરી. ૭૫. વિશેષા. ભાષ્ય ૧૮૭૧ થી ૭૪ ૭૬. વિશેષા. ભાષ્ય ૧૮૭૫-૧૮૭૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org