________________
ગણધરની સાથે દાર્શનિક ચર્ચાઓ
૪૯૧
બધા વ્યવહાર સ્વ-દીર્ધાની જેમ સાપેક્ષ છે. એટલે વસ્તુની સિદ્ધિ સ્વતા, પરતઃ, ઉભયતઃ યા બીજા કેઈ પણ પ્રકારે નથી થઈ શકતી, એટણે સર્વ કાંઈ શૂન્ય છે. એવી રીતે પદાર્થની સાથે અસ્તિત્વ, એકત્વ, અનેકત્વ આદિ કેઈ પણ પ્રકારને સંબંધ સિદ્ધ થઈ શકો નથી એટલે તે સર્વ શૂન્ય છે. ઉત્પત્તિ, અનુત્પત્તિ, ઉભય, અનુભય આદિમાં આ પ્રમાણે અનેક દેષ ઉત્પન્ન થાય છે, એટલે જગતને શૂન્યરૂપ જ માનવું જોઈએ.૫૨
આ શંકાઓનું સમાધાન આ પ્રમાણે છે. જે સંસારમાં ભૂતનું અસ્તિત્વ જ નથી તે એના વિષયમાં આકાશ-કુસુમ સમાન સંશય જ ઉત્પન્ન ન થાય. જે વસ્તુ વિદ્યમાન હોય છે, એના અંગે સંશય થાય છે. જેમ કે, સ્થાણુ યા પુરુષના સંબંધમાં તે બતાવે કે સ્થાણુ, અને પુરુષના વિષયમાં સંદેશ ઉત્પન્ન થાય છે, પરંતુ આકાશ કુસુમ અંગે થતું નથી. તે એમાં શું વિશેષતા છે? એટલે એ માનવું પડે કે આકાશકુસુમની જેમ બધું કાંઈ સમાનરૂપે શૂન્ય નથી. પ્રત્યક્ષ, અનુમાન અને આગમથી પદાર્થની સિદ્ધિ થાય છે, એટલે આ પ્રમાણેના વિષયભૂત પદાર્થો અંગે સંશય ઉત્પન્ન થાય છે. જે સર્વ પ્રમાણાતીત છે, એના અંગે સંશય કેવી રીતે ઉત્પન્ન થઈ શકે? એટલે જ સ્થાણુ આદિ પદાર્થોના અને સંદેહ થાય છે. પરંતુ આકાશ કુસુમ આદિ અંગે થતા નથી. બીજી વાત એ છે કે સંશય આદિ જ્ઞાનપર્યાય છે. જ્ઞાનની ઉત્પત્તિ વિના રેયને સંભવ નથી. એટલે ય જ નથી તે સંશય ઉત્પન્ન કેવી રીતે થાય ?૫૩
કઈ એ પ્રમાણે કહી શકે છે કે એ તો કોઈ નિયમ નથી કે સર્વને અભાવ હોય તે સંશય જ ન હોય જેમકે પ્રસુપ્ત
વ્યક્તિની પાસે કંઈ પણ હોતું નથી તો પણ તે સ્વપ્નમાં એ સંશય પર. વિશેષાવશ્યક ભાષ્ય ૧૬૯૦-૯૬ ૫૩. વિશેષાવશ્યક ભાષ્ય ૧૬૯૭–૧૭૦૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org