________________
ગણુધરાની સાથે દાર્દેનિક ચર્ચા
પ
વ્યક્તની ભૂત વિષયક શંકાનું સમાધાન કરતાં ભગવાન મહાવીરે કહ્યું-‘જ્યાં સુધી શસ્ત્રથી ઉપધાત ન થએલ હૈાય ત્યાં સુધી આ ભૂત સચેતન છે. શરીરના આધાર ભૂત છે. વિવિધ પ્રકારથી જીવાના ઉપયાગમાં આવે છે.
ભૂતાની સજીવતા
પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ સચેતન છે, કેમકે એમાં જીવનાં લક્ષણ દેખાય છે. આકાશ મૂર્ત છે. તે ફક્ત જીવનેા આધાર જ અને છે, તે સજીવ નથી. પૃથ્વી સચેતન છે કેમકે એમાં જન્મ, જરા, જીવન, મરણુ ક્ષત-સંરાહણ, આહાર, દાહદ્, રાગ, ચિકિત્સા આદિ જીવના લક્ષણ પ્રાપ્ત થાય છે. લાજવંતી શુદ્ર જીવની જેમ સ્પર્શથી સંકુચિત થઈ જાય છે. લતા પેાતાને આશરેા પ્રાપ્ત કરવાની દૃષ્ટિથી માનવની જેમ વૃક્ષ પ્રતિ આગળ વધે છે. શમી (વૃક્ષ)માં નિદ્રા, પ્રમેાધ, સંકોચ આદિ લક્ષણ જોવા મળે છે. બકુલ શબ્દને, અશેાક રૂપના, કુરુષક ગંધકના, વિરહક રસને, ચંપક સ્પ ના ઉપલેાગ કરતા જોવા મળે છે. જલ પણ સચેતન છે. પૃથ્વીને ખેાદવાથી સ્વાભાવિક રૂપે પાણી નીકળે છે. તે દેડકા જેવું છે, કેમકે દેડકો પણ એવી જ રીતે નીકળે છે. અને મત્સ્યની માફ્ક સ્વાભાવિક રીતે આકાશમાંથી પડે છે તે માટે જલને સચેતન માનવું જોઈએ. ગાય કોઈની પણુ પ્રેરણા વગર ત્રાંસી ગતિ કરે છે. તેવી રીતે વાયુ પણ કરે છે, એટલે તે સજીવ છે. અગ્નિ પણ સજીવ છે. જેવી રીતે મનુષ્યમાં આહાર વગેરેથી વૃદ્ધિ અને વિકાર જોવા મળે છે, તેવી રીતે અગ્નિમાં કાષ્ટઆહાર આદિથી વૃદ્ધિ અને વિકાર દેખાય છે.૬૧
પૃથ્વી આદિ ભૂતામાં અસંખ્યાત કે અનંત જીવા છે,
૬૧. વિશેષા. ભાષ્ય ૧૭૫૦-૫૮
હિંસા-અહિંસાના વિવેક
એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org