________________
ગણધરોની સાથે દાર્શનિક ચર્ચાઓ
४८७
ગોળ, દ્રાક્ષ, શેરડીનો રસ આદિમાં મદશકિત દેખાય છે, એવી રીતે પ્રત્યેક ભૂતમાં ચૈતન્યશકિતનું દર્શન થતું નથી. એટલે એમ ન કહી શકાય કે કેવલ ભૂત સમુદાયથી જ ચિતન્ય ઉત્પન્ન થાય છે. ૪૨
મદિરામાં પ્રત્યેક અગમાં પણ મદશકિત ન માનીએ તે શે વાંધે? જે ભૂતેમાં ચૈતન્યની જેમ મધના પ્રત્યેક અંગમાં મદશકિત ન હોય તે નિયમ કદી પણ કરી શકાય નહીં કેમકે ધાતકીપુષ્પ આદિ તે કારણે છે અને બીજા પદાર્થો નથી. એવી પરિસ્થિતિમાં રાખ, પથ્થર વગેરે કોઈ પણ વસ્તુ મદનું કારણ બની શકે અને કોઈ સમુદાયથી મદિરા પેદા થઈ શકે છે. પરંતુ વ્યવહારમાં આપણે જોઈ શકીએ છીએ કે એવું કદી થઈ શકતું નથી. એટલે મદિરાના દરેક અંગભૂત પદાર્થમાં મદશકિતનું અસ્તિત્વ અવશ્ય માનવું જોઈએ. ૪૩
ઇન્દ્રિય-ભિન્ન આત્મસાધક અનુમાન ભૂત યા ઈન્દ્રિયો ભિન્ન સ્વરૂપ કઈ પણ તત્ત્વને ધર્મ ચૈતન્ય છે, કેમકે ભૂત યા ઈન્દ્રિયથી ઉપલબ્ધ વસ્તુઓનું સ્મરણ થાય છે, જેવી રીતે પાંચ ઝરોખાથી ભિન્ન સ્વરૂપ દેવદત્તને ધર્મ ચૈતન્ય છે જે પ્રમાણે ક્રમશઃ પાંચ ગવાક્ષેમાંથી જેનાર દેવદત્ત એક જ છે અને તે આ ગવાક્ષોથી અલગ છે. કેમકે તે પાંચેય ગવાક્ષેમાંથી જોવામાં આવેલી વસ્તુનું સ્મરણ કરે છે. એવી રીતે પાંચેય ઈન્દ્રિયેથી ગ્રહણ કરવામાં આવેલા પદાર્થોનું સમરણ કરનાર ઈન્દ્રિયથી ભિન્ન કેઈ તત્ત્વ અવશ્ય હોવું જોઈએ. આ તત્વનું નામ આત્મા, જીવ યા. ચેતન છે. જે ઈન્દ્રિયોને જ ઉપલબ્ધિ કર્તા માનવામાં આવે તે શે વાંધે ? ઈન્દ્રિયવ્યાપાર બંધ થઈ જાય ત્યારે યા ઈન્દ્રિયોનો વિનાશ થઈ જાય ત્યારે પણ ઇન્દ્રિય દ્વારા ગ્રહણ કરાયેલ વસ્તુનું
મરણ થાય છે. કોઈ કઈ વખતે ઇન્દ્રિય-વ્યાપારનું સ્મરણ થાય છે, ૪૨. એજન ૧૬૫૩ ૪૩. વિશેષાવશ્યક ભાષ્ય ૧૬૫૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org