________________
૪૮૬
ભગવાન મહાવીર : એક અનુશીલન
શક્તિ દષ્ટિગોચર થતી નથી તે પણ એના સમુદાયથી ચિતન્ય શકિતને પ્રાદુર્ભાવ થાય છે. જેવી રીતે અલગ-અલગ દ્રવ્યના સમુદાયથી મદશકિત પેદા થાય છે અને કેટલેક વખત સ્થિર રહી એની પછી કાલાન્તરમાં વિનાશની સામગ્રી ઉપસ્થિત થવાથી ફરીથી નાશ પામી જાય છે. તેવી રીતે ભૂતના સમુદાયથી ચિતન્ય ઉત્પન્ન થાય છે અને કેટલાક વખત સુધી વિદ્યમાન રહીને તે પછી વિનાશની સામગ્રી આવી મળતાં ફરીથી નષ્ટ થઈ જાય છે. એટલે ચૈતન્ય ભૂતનો ધર્મ છે અને ભૂતરૂપ શરીર અને ચૈતન્યરૂપ આત્મા અભિન્ન છે. ૩૯
પ્રસ્તુત સંશયનું નિવારણ કરતાં મહાવીરે કહ્યું – વાયુભૂતિ! તારે આ સંશય ઉચિત નથી. કેમકે ચૈતન્ય કેવલ ભૂતોના સમુદાયથી ઉત્પન્ન થઈ શકતું નથી. તે સ્વતંત્ર રૂપે સત છે. કેમકે પ્રત્યેક ભૂતમાં એની સત્તાને અભાવ છે. જેને પ્રત્યેક અવયવમાં અભાવ હોય તે સમુદાયમાં પણ ઉત્પન્ન થઈ શકે નહીં. રેતીના કઈ પણ કણમાં તેલ નથી એટલે રેતીના સમુદાયથી તેલ નીકળી શકતું નથી. તલ સમુદાયથી તેલ નીકળે છે કેમકે પ્રત્યેક તલમાં તેલની સત્તા રહેલી છે.• તારું એ કથન પણ અગ્ય છે કે મદિરાના પ્રત્યેક દ્રવ્યમાં મદ અવિદ્યમાન છે. સાચી વાત એ છે કે મદિરાના પ્રત્યેક અંગમાં મદ વધતી-ઓછી માત્રામાં વિદ્યમાન છે, એટલે તે સમુદાયમાં પણ ઉત્પન્ન થાય છે. ૪૧
મદિરાના અગની સમાન પ્રત્યેક ભૂતમાં ચિતન્યની માત્રા વિદ્યમાન છે, એટલે તે સમુદાયથી પણ ઉત્પન થઈ જાય છે, જે એમ માનવામાં આવે તે શે વધે છે? પરંતુ તારું એ કથન પણ ઉચિત નથી. કેમકે જેવી રીતે મદિરાનાં દરેક અગ-ધાતકીપુષ્પ, ૩૯. વિશેષા. ભાષ્ય ૧૬પ૦ ૪૦. આ કાર્યવાદનો મૂળભૂત સિદ્ધાંત છે. ૪૧. વિશેષા. ભાષ્ય ૧૬ પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org