________________
૩૩૮
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
અર્થાત્ તીર્થકર પેગ બન્યો છે. એ ઉપરાંત ચોથા સ્થાનમાં પણ સૂર્ય ઉચ્ચને થઈ ગયું છે. અર્થાત્ ચારેય મહત્ત્વપૂર્ણ કેન્દ્ર ઉચ્ચના ગ્રહથી પરિપૂર્ણ છે. સૂર્યની રાશિની ગણત્રીથી પણ એ ત્રણ ઉચ્ચ ગ્રહ કેન્દ્રમાં આવી જાય છે. એટલે પૂર્ણપણે પાંચ મહાપુરુષ ચુંગ આ કુંડલીમાં બને છે. એટલે આ કુંડલી જે પ્રચલિત છે, એ પૂર્ણપણે સાચી લાગે છે. જ્યાં સુધી અનુભવ જણાવે છે. પ્રત્યેકે તીર્થકરની કુંડલીમાં આ પ્રમાણે પાંચ મહાપુરુષ ગ હોય છે જ.
ટૂંકમાં સાર એ છે કે ભગવાન મહાવીરના જીવનકાલમાં કુંડલી નિર્માણ થઈ ન હતી. આચારાંગ વગેરેના રચનાકાલ સુધી મેષ આદિ રાશિઓનો પ્રચાર પણ થયો ન હતો. કલ્પસૂત્રની રચનાના સમયે સંભવ છે કે રાશિઓ વ્યવહારમાં આવવા લાગી હેય. સાતગ્રહ ઉચ્ચ હેવાને કારણે તીર્થકર બને છે, એ ટીકાકારનું કથન આધારહીન છે. જે કુંડલી અમે આપી છે, તે વાસ્તવિકતાની વિશેષ સમીપ છે, એ અમારે સ્પષ્ટ અભિપ્રાય છે.
વિરાટ વ્યક્તિત્વના બીજ
બાહ્ય વ્યક્તિત્વ
આવશ્યક નિર્યુક્તિમાં વૃદ્ધિ અને સ્મરણ એ બે દ્વાર બતાવ્યાં છે. * જિનભદ્ર ગણું ક્ષમાશ્રમણે એની વ્યાખ્યા આપતાં ભગવાન મહાવીરના બાહ્ય વ્યક્તિત્વને પરિચય આપ્યું છે. ભગવતીમાં કહ્યું છે–ભગવાનનું શરીર ઉદાર, શૃંગારિત, અલંકાર રહિત હોવા છતાં ૧ (ક) આવ. નિર્યુક્તિ ૩૪૧
(ખ) વિશેષા. ભાષ્ય ૧૮૨૨ २ असितसिरओ सुणयणो बिबोटठा धवलदन्तपन्तीओ । वरपउमगभगोरो फुल्लुप्पल-गंधणीसासे ।।
-વિશેષા. ૧૮૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org