________________
વિવાહ-પ્રકરણ
ઉર્વર મસ્તક સદાસર્વદા અધ્યાત્મ સાગરની ઊંડાઈમાં ડૂબકી લગાવતું રહેતું, તે સંસારમાં અનુરક્ત ન હતા, વિરક્ત હતા. જેનાથી માતા-પિતાના મનમાં એ વિચાર-તરંગ ઊઠતા જ હતા કે કાંક પુત્ર શ્રમણ ખની ન જાય. જ્યારે યુવાન થયા ત્યારે મિત્રોના માધ્યમથી મહાવીર સમક્ષ વિવાહ-લગ્નના પ્રસ્તાવ રજૂ કર્યાં. મહાવીરે પોતાના મિત્રોની પાસે લગ્નના વિરોધ કરતાં જણાવ્યું કે-લગ્ન મહ -વૃદ્ધિના હેતુને કારણે થાય છે એટલે ભવ-ભદ્મણનું કારણ પણ અને છે. મારી આંતરિક ઇચ્છા દીક્ષા લેવાની છે. પણ મારા કારણે માતાપિતાને દુઃખ ન થાય તે માટે હું દીક્ષા ગ્રહણ કરતા નથી.’’
મિત્રાની સાથે વાર્તાલાપ ચાલુ હતા, એટલામાં માતા ત્રિશલા પણ ત્યાં આવી પહાંચી. મહાવીરે ઊભા થઈને માતા પ્રતિ આદર ખતાન્યેા. માતાએ કહ્યું-પુત્ર, હું જાણું છું કે તારા મનમાં ત્યાગવૈરાગ્યની ભાવના પ્રખળ છે. પણ અમારી એ ઉત્કટ ઇચ્છા છે કે તમે ચેાગ્ય રાજકન્યાની સાથે લગ્ન કરે.”
૩૪૯
માતા-પિતાના સ્નેહભર્યાં આગ્રહને મહાવીરનું ભાવુક હૃદય ટાળી શકયું નહીં. વસતપુરના મહાસામન્ત સમરવીરની પુત્રી યશેાદા જે એ યુગની શ્રેષ્ઠ સુંદરી હતી, એની સાથે એમનાં લગ્ન થયાં.
બધા ગ્રંથામાં મહાવીરની એકપત્ની યશેાદાના જ ઉલ્લેખ થયે છે. પણ આચાર્ય શીલાંક લખે છે કે જ્યારે મહાવીર યુવાન થયા ત્યારે એના ગુણેથી આકર્ષિત થઈને અનેક રાજાએ પોતાની સ્વરૂપવાન
૮. ત્રિષષ્ટિ. ૧૦,૨ ૧૩૮–૧૪૬
૯ વૈજયન્તી કાષ (પૃ. ૮૪૭)માં સામન્તનેા અથ' પડેાશી રાજા કરવામાં આવ્યો છે. કૌટિલીય અથ'શાસ્ત્રમાં પણ સામત શબ્દ આજ અથ ઉપલબ્ધ થાય છે. પડેાશી રાજાઓમાં પણ જે પ્રમુખ હાય, તે મહાસામન્ત કહેવાતા હતા.
-જુએ હું ચરિત્ર પરિશિષ્ટ ર, પૃ. ૨૧૭-૧૮ હૈં।. વાસુદેવશરણુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org