________________
૪૨૪
ભગવાન મહાવીર : એક અનુશીલન
શ્રમણ મહાવીર ત્યાંથી સિદ્ધાર્થપુર આવ્યા. સંગમ કે જે શિકારી કૂતરાની માફક મહાવીરની પાછળ પડ્યો હતો તેણે ત્યાં પણ મહાવીર પર ચોરીનો આરોપ મૂકીને પકડાવ્યા. પણ કૌશિક નામના ઘેડાના વ્યાપારીએ ભગવાન મહાવીરને પરિચય આપીને એમને મુક્ત કરાવ્યા.
ભગવાન ત્યાંથી વ્રજગાંવ પધાર્યા. એ દિવસે પર્વને દિવસ હેવાથી બધા ઘરમાં ખીર બનાવવામાં આવી હતી. ભગવાન ભિક્ષા માટે પધાર્યા, પણ સંગમે સર્વત્ર આહાર-દેષ ઉત્પન્ન કર્યો. એટલે ભગવાન ભિક્ષા લીધા વગર જ પાછા ફર્યા.
છ માસ સુધી અગણિત દુઃખ સહન કરવા છતાં પણ મહાવીર પિતાના સાધના પથ પરથી વિચલિત ન થયા, પણ સંગમનું ધૈર્ય જરૂર ખૂટી ગયું. તે હતાશ અને નિરાશ થઈ ગયે એનું મુખ મલિન થઈ ગયું. તે હારીને ભગવાન પાસે આવીને બે –ભગવન! દેવરાજ ઈન્ડે આપના અંગે જે કહ્યું હતું તે પૂર્ણ સત્ય છે. હું ભગ્નપ્રતિજ્ઞ છું. આપ સત્ય પ્રતિજ્ઞ છે. આપ ખુશીથી ભિક્ષાને માટે ८. (४) सिद्धत्थपुरे तेणो त्ति कोसिओ आसवाणिओं मोकखा ।
–આવ. ચૂર્ણિ ૩૧૩ (ખ) વિશેષા. ભાષ્ય. ૧૯૪૬ (ગ) આવ. ચૂણિ ૩૧૩
(ધ) આવ. મલ, વૃત્તિ ૨૯૨. ૯ (ક) આવ. નિયુકિત ૩૯૪
(ખ) વિશેષ. ભાય ૧૯૪૬ (ગ) આવશ્યક ચૂર્ણિ ૩૧૩ (૧) આવશ્યક મલય. વૃતિ ૨૯૨ () આવશ્યક હારિભદ્રીય ૨૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org