________________
૪૭૬
ભગવાન મહાવીરઃ એક અનુશીલન
દેહમાં આત્માનું અસ્તિત્વ છે એ માની શકું છું, પણ બીજાના દેહમાં પણ આત્માની સત્તા છે, એનું પ્રમાણુ શું છે? સમાધાન કરતા મહાવીરે કહ્યું- એ હેતુ વડે અન્ય આત્માઓની સિદ્ધિ થઈ શકે છે. બીજાના શરીરમાં પણ વિજ્ઞાનમય જીવ છે, કેમકે એમનામાં પણ ઈષ્ટ–પ્રવૃત્તિ અનિષ્ટ-નિવૃત્તિ આદિ વિજ્ઞાનમય કિયાઓ જોઈ શકાય છે. ૧૩
આત્માની સિદ્ધિઃ એનાં કારણે આત્મસિદ્ધિને માટે કેટલાંક કારણે રજૂ કરતાં મહાવીરે કહ્યું(૧) ઈન્દ્રિયોને કોઈ અધિષ્ઠાતા અવશ્ય હવે જોઈએ. કેમકે તે કરણ છે. જે પ્રમાણે દંડાદિ કરણેને અધિષ્ઠાતા કુંભકાર હોય છે, જેને કેઈ અધિષ્ઠાતા નથી તે આકાશની જેમ કરણ પણ નથી. જે ઈન્દ્રિયોને અધિષ્ઠાતા છે, તે આત્મા છે.
(૨શરીરને કઈ બનાવનાર હવે જોઈએ. કેમકે એને ઘડાની જેમ એક આરંભયુક્ત અને નિયત આકાર છે. જેને કોઈ બનાવનાર નથી એને આરંભયુક્ત અને નિશ્ચિત આકાર પણ હતા. નથી. જેમ કે વાદળ. આ શરીરનો જે ર્તા તે જ આત્મા છે.
(૩) ઈન્દ્રિયે અને વિષયમાં જ્યારે આદાન-આદેયભાવ છે ત્યારે એને કઈ આદાતા અવશ્ય હૈ જોઈએ. જ્યાં આદાનઆદેયભાવ હોય છે. ત્યાં કોઈ આદાતા અવશ્ય હોય છે, જેમકે સાણસી અને લેખંડમાં આદાન-આદેયભાવ છે અને લુહાર આદાતા છે. એવી રીતે ઈન્દ્રિય અને વિષયમાં આદાન-આદેયભાવ છે. તથા આત્મા આદાતા છે.
(૪) દેહાદિનો કોઈ ભક્તા અવશ્ય હવે જોઈએ. કેમકે તે ભેગ્ય હે, જેમકે ભેજન–વસ્ત્રાદિ પદાર્થોને ભોક્તા પુરુષ વિશેષ છે. જે દેહાદિને ભક્તા છે, તે આત્મા છે. ૧૩. વિશેષાવશ્યક ભાષ્ય ૧૫૬૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org