________________
ગણધરની સાથે દાર્શનિક ચર્ચાઓ
૪૭૫
પ્રત્યક્ષ અનુભવ થઈ શકે છે તે ગુણીને પણ પ્રત્યક્ષ અનુભવ થાય છે. જેવી રીતે ઘટના. જીવન ગુણ પ્રત્યક્ષ છે, એટલે જીવ પણ પ્રત્યક્ષ છે. જેવી રીતે ઘટના પ્રત્યક્ષને આધાર એના રૂપાદિ ગુણે છે એવી રીતે જ આત્માના પ્રત્યક્ષ અનુભવને આધાર એના જ્ઞાનાદિ ગુણ છે. જે વ્યક્તિ ગુણથી ગુણીને એકાન્ત ભિન્ન માને છે, એમના મત પ્રમાણે રૂપ આદિનું ગ્રહણ થવા છતાં પણ ઘટ આદિ ગુણી રૂપ પદાર્થો ગ્રહણ થતું નથી. ઈન્દ્રિયેથી કેવલ રૂપાદિ ગ્રહણ થવાથી રૂપાદિને તે પ્રત્યક્ષ માની શકીએ પરંતુ રૂપાદિથી એકાન્ત ભિન્ન ઘટને પ્રત્યક્ષ માની શકતા નથી. આ પ્રમાણે જ્યારે ઘટાદિ પદાર્થ પણ સિદ્ધ નથી તે આત્માના અસ્તિત્વ-નાસ્તિત્વ પર વિચાર કરવાથી શું લાભ છે? એટલે સ્મરણ આદિ ગુણોના આધારે આત્માનું અસ્તિત્વ માનવું જોઈએ ૧૨
આત્મા અને શરીરને ભેદ જ્યારે ઈન્દ્રભૂતિ એ માનવા તૈયાર થઈ ગયા કે જ્ઞાનાદિ ગુણે પ્રત્યક્ષ થવાથી એના આધારભૂત ગુણી કેઈ અવશ્ય હોવું જોઈએ, ત્યારે આટલું માન્યા પછી તેઓ એક નવી શંકા રજૂ કરતાં કહે છે કે સ્મરણ આદિ ગુણેને આધાર આત્મા જ છે, એ મત ઉચિત નથી, કેમકે દુર્બળતા, સ્થૂલતા વગેરે ગુણેની જેમ મરણ આદિ ગુણે પણ શરીરમાં જ મળે છે. એવા સંજોગોમાં એને ગુણભૂત આધાર શરીરને જ માનવું જોઈએ, શરીરથી પૃથક એવા આત્માને નહીં. આ શંકાનું સમાધાન કરતાં મહાવીરે કહ્યું-જ્ઞાન આદિ શરીરના ગુણ હોઈ શકે નહીં, કેમકે શરીર ઘટની માફક મૂર્ત છે, ચાક્ષુષ છે, જ્યારે જ્ઞાનાદિ ગુણ અમૂર્ત અને અચાક્ષુષ છે. એટલે જ્ઞાનાદિ ગુણેને અનુરૂપ દેહથી ભિન્ન એવા કેઈ અમૂર્ત ગુણીની સત્તા અવશ્ય માનવી જોઈએ. એ ગુણી આત્મા જ જીવ છે.
આ પછી ઇન્દ્રભૂતિએ એક બીજી શંકા રજૂ કરી કે હું પોતાના ૧૨. વિશેષાવશ્યક ભાષ્ય ગા. ૧૫૫૪-૧૫૬૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org