________________
ગણધરાની સાથે દાર્શનિક ચર્ચાઓ
૪૭૩
મનમાં ઘળી રહ્યા હશે. પણ જ્યારે મહસેન વનની સમીપ પહોંચ્યા, મહાવીરના સમવસરણની અનોખી છટા જોઈ, હજારે દેવતાને ભક્તિભાવનાથી વિભોર થઈને વંદન કરતા જોયા, એમનો દિવ્યધ્વનિ સાંભળે કે પૂર્વેની કલ્પનાઓ નષ્ટ થઈ ગઈ. એમના મનનો મેલ દેવાઈ ગ. મહાવીરે એમને લેહચુંબકની જેમ આકર્ષિત કર્યા. શ્રદ્ધાની છેળ ઉછળવા લાગી. મનમાં એ વિચાર ઊઠવા લાગ્યું કે હું હમણાં મારી જાતને એમનાં ચરણોમાં સમર્પિત કરી દઉં. ઇન્દ્રભૂતિને સમજ ન પડી કે આ શું થઈ રહ્યું છે. ઈદ્રભૂતિના મનને એક ગૂઢ પ્રશ્ન, અબૂઝ જિજ્ઞાસા જાગૃત કરતી હતી કે આત્મા છે કે નહીં ?
મહાવીરે જેવા એમને ગૌતમ! કહીને સંબોધ્યા કે તરત જ તે તંભિત થઈ ગયા. વિચાર્યું, મારી લેકવ્યાપક ખ્યાતિને લીધે જ એને મારા નામની ખબર છે. પણ જ્યાં સુધી મારા અંતરના સંશયોનું છેદન કરી ન આપે ત્યાં સુધી હું એને સર્વજ્ઞ ન માનું. ગૌતમના મનમાં સંક૯પ-વિકલ્પ ચાલતા હતા.
ઇન્દ્રભૂતિ ગૌતમનું સંશય નિવારણ
(આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ) .
ભગવાને એમના મનમાં રહેલા સંદેહ તરફ સંકેત કરતાં કહ્યું – તારા મનમાં આત્માના અસ્તિત્વ અંગે એ સંશય છે કે જે આત્માનું અસ્તિત્વ છે તો તે ઘડા આદિની જેમ પ્રત્યક્ષ દેખાવું જોઈએ, પણ તે તે આકાશકુસુમની જેમ સર્વથા અપ્રત્યક્ષ છે, એટલે એનાં અસ્તિત્વને સ્વીકાર કરી શકાય નહીં. જે કઈ એમ કહે કે આમા અનુમાનથી સિદ્ધ છે, તે તે બરાબર નથી. એનું કારણ એ છે કે અનુમાન પ્રત્યક્ષપૂર્વક જ થાય છે, જે પ્રત્યક્ષ નથી એની સિદ્ધિ અનુમાનથી કેવી રીતે થઈ શકે ? પ્રત્યક્ષથી નિશ્ચિત ધુમાડે અને અગ્નિ વચ્ચેના અવિનાભાવ સંબધ યાદ આવવાથી જ ધુમાડાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org