________________
૪૮૨
ભગવાન મહાવીર : એક અનુશીલન
યુવકનું શરીર બાલ–શરીર પૂર્વક છે. આદ્ય બાલશરીર જે દેહપૂર્વક છે તે કર્મકાર્પણ શરીર છે.
" તૃતીય કર્મ સાધક અનુમાન આ પ્રમાણે છે-દાન આદિ જે પણ ક્રિયા આપણે કરીએ છીએ એ ક્રિયાનું ફલ અવશ્ય હોવું જોઈએ, કેમકે તે સચેતન વ્યક્તિકૃત કિયા છે, જેમકે કૃષિ. દાન આદિ ક્રિયાનું જે ફલ છે તે કર્મ છે.
અગ્નિભૂતિએ ઉપર્યુક્ત કથનને સ્વીકાર કરી ફરીથી પ્રશ્ન કર્યોજે પ્રમાણે કૃષિ આદિનું દષ્ટ ફલ ધાન્યાદિ છે, તે પ્રમાણે દાન આદિ ક્રિયાનું ફલ મનની શાંતિ આદિ કેમ માની લેવામાં ન આવે? આ દષ્ટ ફલને ત્યાગ કરી અદષ્ટ ફલરૂપ કર્મની સત્તા માનવાથી શો લાભ?
ભગવાને કહ્યું –અગ્નિભૂતિ ! શું તું નથી જાણતા કે મનની શાંતિ પણ એક પ્રકારની ક્રિયા જ છે, એટલે સચેતનની અન્ય ક્રિયાની જેમ એનું પણ ફળ માનવું પડે. જે કર્મફલ છે, આ કર્મનું કાર્ય રૂપ સુખ-દુઃખ આદિ આગળ વધીને ફરીથી આપણું અનુભવમાં તે આવે છે.
મૂર્તકર્મ
જે કાર્યના અસ્તિત્વથી કારણની સિદ્ધિ થાય છે, તે શરીર આદિ કાર્ય મૂર્ત હેવાને કારણે એમના કારણરૂપ કર્મ પણ મૂર્ત જ હેવું જોઈએ. આ સંશયનું નિવારણ કરતાં મહાવીરે જણાવ્યું કે હું કર્મને મૂર્ત માનું છું કેમ કે એનું કાર્ય મૂર્તિ છે. જેવી રીતે પરમાણનું કાર્ય ઘટ મૂર્ત છે, એટલે પરમાણુ પણ મૂર્ત છે. તેવી રીતે કર્મનું શરીર આદિ કાર્ય મૂર્તિ છે, એટલે કર્મ પણ મૂર્ત જ છે” ૨૯. વિશેષાવશ્યક ભાષ્ય ૧૬૧૫,૧૬ ૩૦. વિશેષાવશ્યક ભાષ્ય ૧૬૨૫,
'Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org