________________
૪૮૦
ભગવાન મહાવીરઃ એક અનુશીલન સામાન્યને આત્મામાં કદી પણ અભાવ થતું નથી, પરંતુ વિજ્ઞાનવિશેષને અભાવ થાય છે. એટલે વિજ્ઞાન સન્તતિ અર્થાત્ વિજ્ઞાનસામાન્યની દષ્ટિએ આત્મા નિત્ય છે, ધ્રુવ છે, શાશ્વત છે, અવિનાશી છે. વિશ્વના અન્ય બધા પદાર્થોને પણ આ જ સ્વભાવ છે. ૨૩
- જીવ ભૂતધર્મ નહીં કેટલીય વ્યક્તિઓનું એવું મંતવ્ય છે કે ઉત્પત્તિ ભૂતોથી જ થાય છે. એટલે વિજ્ઞાનરૂપ જીવ ભૂતને જ ધર્મ છે. ૨૪ એમનું આ મન્તવ્ય અનુચિત છે, ભૂતની સાથે વિજ્ઞાનને અન્વય-વ્યતિરેક સંબધ નથી. ભૂતનું અસ્તિત્વ હોવા છતાં પણ મૃત શરીરમાં જ્ઞાનનો અભાવ જોઈ શકાય છે. ભૂતના અભાવમાં પણ મુક્તાવસ્થામાં જ્ઞાનને સદુભાવ છે. એટલે ભૂતની સાથે જ્ઞાનને અન્વય અવ્યતિરેક અસિદ્ધ છે. એટલે જ્ઞાનરૂપ જીવ ભૂતધર્મ કદાપિ થઈ શક્તા નથી. જેમ ઘટને સદ્ભાવ થવા છતાં નિયમપૂર્વક પટનો સદ્ભાવ થતો નથી, એટલા માટે પટને ઘટથી ભિન્ન અને સ્વતંત્ર માનવામાં આવે છે, એ પ્રમાણે જ્ઞાનને પણ ભૂતથી ભિન્ન ગણવું જોઈએ. એટલા માટે વિજ્ઞાનરૂપ જીવ ભૂતધર્મ થઈ શકતું નથી.૨૫ - આ પ્રમાણે ભગવાન મહાવીરે ઈન્દ્રભૂતિને જીવ અગેને જે સંશય હતું, તે દૂર કર્યો. એમણે પિતાના પાંચસો શિષ્ય સહિત મહાવીર પાસે દીક્ષા ગ્રહણ કરી. ૨૩
અગ્નિભૂતિનું સંશયનિવારણ
(કર્મનું અસ્તિત્વ) આ પછી અગ્નિભૂતિ મહાવીરની પાસે આવ્યા. મહાવીર ૨૩. વિશેષા. ભાષ્ય ૧૫૯૫ ૨૪. આ ચાર્વાક દર્શનનું મંતવ્ય છે. ૨૫. વિશેષા ભાષ્ય ૧૫૯૭-૯ ૨૬. વિશેષા. ભાષ્ય ૧૬૧૦-૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org