________________
ગણુધરાની સાથે દાર્શનિક ચર્ચાઓ
૪૮૧
એમને એમના નામ અને ગોત્રથી સંબોધન કરતાં કહ્યું–અગ્નિભૂતિ તારા મનમાં એ સંશય છે કે કર્મ છે કે નહીં? તારી માન્યતા એવી છે કે કર્મ પ્રત્યક્ષ વગેરે કોઈપણ પ્રમાણથી સિદ્ધ નથી. એટલે ખરવિષાણની માફક અભાવરૂપ છે. તારે આ પ્રસ્તુત સંદેહ ગ્ય નથી. હું કર્મને પ્રત્યક્ષ જોઉં છું. તું આ વખતે એનું પ્રત્યક્ષ દર્શન તે કરી શકતો નથી. પણ અનુમાનથી તું પણ એની સિદ્ધિ કરી શકે છે. સુખ-દુઃખ-રૂપ-કર્મ-ફલને તું પ્રત્યક્ષ જોઈ રહ્યો છે અને એનાથી એના કારણરૂપ કર્મની સત્તાનું અનુમાન પણ કરી શકાય છે. સુખ-દુઃખનું કઈ કારણ અવશ્ય હોવું જોઈએ કેમકે તે કાર્ય છે. જે પ્રમાણે અંકુર રૂપ કાર્યને હેતુ બીજ છે, તેવી રીતે સુખદુઃખ રૂપ કાર્યને જ હેતુ કર્મ છે. ૨૭
અગ્નિભૂતિએ ફરીથી શંકા ઉઠાવતાં કહ્યું–જે સુખદુઃખનું દૃષ્ટકારણ સિદ્ધ હોય તે અદષ્ટકારણરૂપ કર્મનું અસ્તિત્વ માનવા શી આવશ્યકતા છે? ચન્દન આદિ પદાર્થ સુખનાં કારણ છે અને સાપનું ઝેર આદિ દુઃખનું કારણ છે, આ દષ્ટ કારણોના સિવાય અદષ્ટ કર્મ માનવાની શું આવશ્યકતા છે ?
શંકાનું નિવારણ કરતાં મહાવીરે કહ્યું-દષ્ટ કારણમાં વ્યભિચાર દેખાય છે, એટલે અદૃષ્ટ કારણ માનવું અનિવાર્ય છે, કેમકે સુખદુઃખનાં દષ્ટ કારણે સમાનરૂપ હોવા છતાં પણ એના કાર્યમાં જે તારતમ્ય દેખાય છે, તે નિષ્કારણ ન હોઈ શકે. એનું જ કારણ છે, તે કર્મ છે. ૨૮
- કર્મસાધક એક વધુ પ્રમાણ આપતાં ભગવાને કહ્યું–આદ્ય બાલ
શરીર દેહાન્તર પૂર્વક છે, કેમકે તે ઈન્દ્રિયાદિથી યુક્ત છે, જેવી રીતે ૨૭. વિશેષાવશ્યક ભાષ્ય ગા. ૧૬૧૦-૨ ૨૮. વિશેષાવશ્યક ભાષ્ય ૧૬૧૪
:
૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org