________________
ગણધરની સાથે દાર્શનિક ચર્ચાઓ
૪૮૩
- કર્મનું મૂર્તત્વ સિદ્ધ કરનાર અન્ય કારણો–હેતુઓ આ પ્રમાણે છે.
(૧) કર્મ મૂર્ત છે, કેમકે એનાથી સંબંધ થવાથી વેદનાની અનુભૂતિ થાય છે, જેમ કે ભેજન. જે અમૂર્ત હોય છે એનાથી સંબંધ થવાથી પણ સુખ-દુઃખની અનુભૂતિ થતી નથી. જેમ કે આકાશ.
(૨) કર્મ મૂર્ત છે, કેમકે એનાથી સંબંધ થવાથી વેદનાની અનુભૂતિ થાય છે, જેમકે અગ્નિ.
(૩) કર્મ મૂત છે, કેમ કે એમાં બાહ્ય પદાર્થોથી બલાધાન થાય છે. જે પ્રમાણે ઘટાદિ પદાર્થો પર તેલ વગેરે બાહ્ય વસ્તુનું વિલેપન કરવાથી બલાધાન થાય છે અર્થાત સ્નિગ્ધતા આવે છે. એ પ્રમાણે કર્મમાં પણ માલા, ચંદન, વનિતા આદિ બાહ્ય વસ્તુઓના સંસર્ગથી બલાધાન થાય છે. એટલે તે મૂર્ત છે.
(૪) કર્મ મૂર્ત છે, કેમ કે તે આત્માદિથી જુદા રૂપમાં પરિણામી છે, જેમ કે દૂધ.
કર્મ અને આત્માને સંબંધ કર્મને મૂર્ત માનવામાં આવે તે અમૂર્ત આત્મા સાથે એને સંબંધ કેવી રીતે થઈ શકે? ઘટમૂર્ત છે, તો પણ એને સંગ સંબંધ અમૂર્ત આકાશ સાથે થાય છે. તેવી રીતે મૂર્ત કર્મને અમૂર્ત આત્મા સાથે સંબંધ થાય છે અથવા જેવી રીતે આંગળી વગેરે મૂર્ત દ્રવ્યને આકુંચન આદિ અમૂર્ત ક્રિયા સાથે સંબંધ થાય છે, એવી રીતે કર્મ અને જીવનો સંબંધ છે. ૨૨
સ્કૂલ શરીર મૂર્ત છે પણ એને આત્મા સાથેનો સંબંધ પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ. એવી રીતે એક ભવથી બીજા ભવમાં જતા જીવને
૩૧. વિશેષાવશ્યક ભાષ્ય ૧૬૨૬-૨૭ ૩૨, વિશેષાવશયક ભાષ્ય ૧૬૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org