________________
ભગવાન મહાવીર : એક અનુશીલન
પ્રત્યક્ષથી અગ્નિનું અનુમાન કરી શરીએ છીએ. આત્માના કેાઈ પણ લિંગના સબંધ-ગ્રહણુ એની સાથે પ્રત્યક્ષથી થતેા નથી, કે જેનાથી આ લિંગ ફ્રીથી પ્રત્યક્ષ થવાથી તે સંબંધનું સ્મરણ થાય કે જેનાથી આત્માનું અનુમાન કરી શકાય. આત્માના સ્વતંત્ર અસ્તિત્વને આગમપ્રમાણથી પણ સિદ્ધ કરી શકતા નથી, કેમકે જે પ્રત્યક્ષ નથી તે આગમના વિષય કેવી રીતે થઈ શકે ! કાઈ એ પ્રકારની વ્યક્તિ દૃષ્ટિગેાચર થતી નથી. કે જેનાથી જીવ પ્રત્યક્ષ થઈ જાય અને જેનાં વચનાને પ્રમાણિક માની આત્માનું અસ્તિત્વ સિદ્ધ કરી શકીએ. મીજી વાત એ છે—આગમ પ્રમાણ માનવા છતાં પણ આત્માની સિદ્ધિ થઈ શકતી નથી કેમકે આગમ અનેક છે અને તે પરસ્પર વિરાધી તત્ત્વ સિદ્ધ કરે છે. એક આગમ જેનું મંડન કરે છે, ખીજું એનું જ ખંડન કરે છે. આવા સંજોગામાં આગમને આધારભૂત ગણીને આત્માનું અસ્તિત્વ સિદ્ધ થતું નથી. એટલે એને અભાવ માનવા જોઈ એ. તા પણ લાકે એનું અસ્તિત્વ કેમ માને છે? ૧૧
પ્રસ્તુત સંશયનું નિવારણ કરતા શ્રમણ ભગવાન મહાવીરે કહ્યું:ગૌતમ ! તારા આ સંશય સમ્યક્ નથી. તારી આ માન્યતા જીવપ્રત્યક્ષ નથી. તે ઉચિત નથી, કેમકે જીવ તને પ્રત્યક્ષ છે જ. એવા સંજોગામાં તને જીવ પ્રત્યક્ષ થઈ જ રહ્યો છે. એ સિવાય મેં કર્યું, હું કરું છું, હું કરીશ, ઇત્યાદિ રૂપાથી ત્રણ કાળ અંગેના વિવિધ કાચના નિર્દેશ કરવામાં આવે છે. એમાં મેં (અમૂ ) રૂપ જે જ્ઞાન છે તે પણ આત્મ-પ્રત્યક્ષ જ છે. {જી વાત-જો સંશય કરનાર કાઈ ન હાય તે ‘હું છું કે નહીં’ એ સશય કેવી રીતે થાય. જેને સ્વરૂપમાં જ સંશય હાય એને માટે વિશ્વમાં એવી કઈ વસ્તુ છે કે જે અસંદિગ્ધ થશે. આવી વ્યક્તિને દરેક સ્થાન પર સંશય થશે.
૪૭૪
આત્મા પ્રત્યક્ષ છે. કેમકે એના સ્મરણ વગેરે વિજ્ઞાનરૂપ ગુણ સ્વસંવેદન દ્વારા પ્રત્યક્ષ અનુભવમાં આવી શકે છે. જે ગુણીના ગુણાને ૧૧. વિશેષાવશ્યક ભાષ્ય ૧૫૪૯-૧૫૫૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org