________________
ગણધરોની સાથે દાર્શનિક ચર્ચાઓ
(૫) દેહ આદિને કઈ સ્વામી અવશ્ય હવે જોઈએ, કેમકે તે સંઘાતરૂપ છે, જે સંઘાતરૂપ હોય છે, એને કોઈ સ્વામી અવશ્ય હેય છે. જેવી રીતે ઘર અને એને માલિક. દેહાદિ સંઘાતને જે સ્વામી હોય છે, તે આત્મા છે. ૧૪
વ્યુત્પત્તિમૂલક હેતુ
શબ્દની વ્યુત્પત્તિમૂલક દષ્ટિથી જીવનું અસ્તિત્વ સિદ્ધ કરતાં મહાવીરે કહ્યું-જીવ પદ “ઘટ' પદની જેમ “વ્યુત્પત્તિયુક્ત શુદ્ધ પદ હેવાથી એને કંઈક અર્થ અવશ્ય હવે જોઈએ. જે પદ સાર્થક નથી તે વ્યુત્પત્તિયુક્ત શુદ્ધ પદ પણ નથી. જેમકે ડિત્ય, અરવિષાણ વગેરે. “જીવ” પદ વ્યુત્પત્તિયુક્ત અને શુદ્ધ છે, એટલે એને કોઈ અર્થ અવશ્ય હે જોઈએ.
મહાવીરના તર્કના ઉત્તરમાં ઇન્દ્રભૂતિએ કહ્યું-શરીર જ જીવ પદને અર્થ છે. એનાથી ભિન્ન કોઈ વસ્તુ નથી.
મહાવીરે એના તર્કનું નિરસન કરતાં કહ્યું–જીવ પદને અર્થ શરીર નથી. કેમકે જીવ પદના જે પર્યાય છે. તે શરીર શબ્દના પર્યાથી અલગ છે. જીવના પર્યાય જંતુ, પ્રાણું સત્વ, આત્મા વગેરે છે. શરીરના પર્યાય દેહ, વપુ, કાય, કલેવર વગેરે છે. શરીર અને જીવના લક્ષણ પણ પૃથપૃથક છે. જીવ જ્ઞાનાદિ ગુણયુક્ત છે. જ્યારે શરીર તે જડ છે. ૧૫ એ પછી ભગવાન મહાવીરે પોતાની સર્વજ્ઞતાનું પ્રમાણ આપતાં કહ્યું-સર્વજ્ઞનાં વચનામાં સંદેહ ન કરવું જોઈએ. કેમકે તેઓ રાગ વગેરે દોષથી મુક્ત હોય છે. જે રાગ દ્વેષ કારણે માનવ મિથ્યા ભાષણ કરે છે, એનો એમનામાં અભાવ હોય છે. ૧૪ ૧૪. વિશેષાવશ્યક ભાષ્ય ૧૫૬૭ ૧૫. વિશેષાવશ્યક ભાષ્ય ૧૫૭૫– ૧૬. વિશેષાવશ્યક ભાષ્ય ૧૫૭૭-૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org