________________
૪૭ર
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
વિરોધી છે. તેઓ વર્ધમાનના મામા થાય છે. મગધ, વૈશાલી, કપિલવસ્તુ આદિ અનેક જનપદેમાં વેદવિરોધી વિચારોનું તેફાન જાગી રહ્યું છે અને અત્રે વર્ધમાન મહાવીર પણ પ્રચાર કરવા માટે આવી ગયા છે.
ઇન્દ્રભૂતિ-આર્ય સેમિલ! આપ ગભરાવ નહીં. હું હમણાં જ જઈને વર્ધમાન સાથે શાસ્ત્રાર્થ કરીશ. એને પરાજિત કરી મારે શિષ્ય બનાવીશ. આપ જેશે કે વૈદિક–ધર્મને વિજય વાવટે અનંત આકાશને ચૂમવા લાગશે.
સમવસરણ પ્રતિ
ઈદ્રભૂતિની વિદ્વત્તા અદ્વિતીય હતી. વેદ અને ઉપનિષદનું જ્ઞાન એમની ચેતનાના કણેકણમાં સમાયેલું હતું. ન્યાય, દર્શન, તર્ક,
જ્યોતિષ, વ્યાકરણ, કાવ્ય, આયુર્વેદની સૂક્ષ્મતમ ગુંચે ઉકેલવાનું કામ એમના ડાબા હાથને ખેલ હતું. તેઓ વિદ્વાન હવા સાથે જિજ્ઞાસુ પણ હતા. આર્ય સોમિલની પ્રેરણા, વિદ્વાનોની પ્રશંસા અને ધર્મોન્માદને કારણે પિતાના પાંચ શિખ્યા સાથે મહાવીર જોડે શાસ્ત્રાર્થ કરવા માટે મહાવીરના સમવસરણ મહસેન વન તરફ તેઓ આગળ વધ્યા.
ઈન્દ્રભૂતિ ગૌતમ જ્યારે ભગવાન મહાવીરની ધર્મસભામાં આવી પહોંચ્યા, ત્યારે એમની માનસિક સ્થિતિ કેવી રહી હશે, તે કહેવું કઠીન છે. તેઓ વયમાં મહાવીરથી મોટા હતા. મહાવીર લગભગ બેંતાલીશ વર્ષના હતા. હું જ્યારે ઈદ્રભૂતિ પચાસમું વર્ષ પસાર કરી રહ્યા હતા. ૧૦ એટલે તે પિતાને મહાવીરથી મેટા સમજી રહ્યા હશે. પિતાને મહાન જ્ઞાની અને મહાવીરને નવે નિશાળિયે સમજી રહ્યા હશે. મહાવીરને શાસ્ત્રાર્થમાં ચપટી વગાડતા પરાજિત કરવાનો વિચાર
૯. (ક) ક૯પસૂત્ર ૧૧૬, (ખ) આચારાંગ ૨ ૧૦. આવશ્યક નિયુક્તિ ૬૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org